________________
૧૫૦
મુનિજીવનની બાળપોથી-૩ (૫૭) અષ્ટાપદ ઉપર વીરસૂરિજી: એ હતા આચાર્ય શ્રી વીરસૂરિજી.
તેમના ભક્ત બનેલા યક્ષને તેમણે અષ્ટાપદજીની યાત્રા કરાવવા કહ્યું. યક્ષે કહ્યું, “ત્યાં જતાં આડે આવતા વ્યન્તરનું તેજ મારાથી ખમાતું નથી છતાં હું તમને ત્યાં લઈ જઈશ પરંતુ એક પ્રહરથી વધુ સમય ત્યાં રહેવાનું નહિ. જે વધુ રહેશે તે પાછા ફરવું મુશ્કેલ બની જશે.” સૂરિજી કબૂલ થયા.
યક્ષે બળદનું રૂપ લઈને સૂરિજીને ખાંધ ઉપર બેસાક્યા. ક્ષણમાં જ અષ્ટાપદ તીર્થે પહોંચી ગયા.
ત્યાં આવેલા દેના તેજને સૂરિજી પણ ખમી શક્તા ન હતા. આથી મંદિરના દરવાજા પાસેની પૂતળીઓની પાછળ રહીને પ્રભુજીનાં દર્શનાદિ કર્યા. ત્યાંની નિશાનીરૂપે–દેએ ચડાવેલા ચેખામાંથી—પાંચ છ દાણ લીધા. પાછા ફરીને ઉપાશ્રયે આવ્યા બાદ તે દાણાની સુવાસ ચારે બાજુ મહેકી ઊઠી એટલે મુનિઓએ તેનું કારણ પૂછતાં સૂરિજીએ સઘળી વાત કરી. સહુએ તે અક્ષતના દાણા જોયા. તે બાર આગળ લાંબા હતા અને એક આંગળ જાડા હતા.