________________
૧ પર
મુનિજીવનની બાળપોથી-૩
એ આર્ષવાક્યની પાછળ સૂક્ષ્મની તાકાતના જ ગુણ ગવાયા છે.
વિશ્વમાત્રના કલ્યાણને આવરી લેતું સૂક્ષ્મની તાકાતનું જન્મસ્થાન છે ધર્મ.
"स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात ।" બહુ મેટા ભયમાંથી નાનકડે પણ ધર્મ ઉગારી લેવાની તાકાત ધરાવે છે. રાઈને દાણે કેટલે માને છે. પણ તેને ચમચમાટે કેટલો જોરદાર છે?
કાંકરી ખૂબ નાની છે પણ ઘડાને તેડી નાખવાની તાકાત ધરાવે છે. થડ પાતાલને ભેદી ઝરણાંઓને સ્પર્શી શકતું નથી. એ તાકાત તે સૂમ એવા મૂળિયામાં છે.
જે આપણે કઈ એવા જમાનામાં જ જીવતા હોઈએ, જ્યાં સંઘરક્ષા, તીર્થરક્ષા, જ્ઞાનરક્ષા, સંસ્કૃતિરક્ષા વગેરે વગેરે વિકરાળ યક્ષ પ્રશ્નો પેદા થયા હોય તે આપણે કેટલે દોડશું? કયાં દેડશું? નાનકડા જીવનમાં હિમાલય જેવા કાર્યો શી રીતે પાર પાડશું. રસ્તે એક જ છે. લાઠી ઊંચકવાને બદલે પલાંઠી વાળો. સૂક્ષ્મના બળનું સર્જન કરવા માટે અંતર્મુખ બને. અંદર ચાલ્યા જાવ. બહારની દોડાદેડી બંધ કરે. માઈકમાં તે બેલવાની વાત જ ક્યાં છે પણ વગર માઈકે બોલવાનું બંધ કરી અને કેટલીકવાર દિવસના કેટલાક કલાકો અરિહંતના મેળામાં જઈ સૂઈ જાએ; નિષ્ક્રિય બને અને સૂમની અગાધ શક્તિને આપણે પેદા કરે.