________________
પાઠ : ૧૧.
સૂક્ષ્મનું બળ જે જગતના દુઃખે જોઈ આપણને ત્રાસ થતું હોય; જે જગતના પાપ જોઈને આપણે એવીસે કલાક રડી ઊઠતા હોઈએ; જે જગતની અજ્ઞાનદશા જાણુને આપણને ત્રાસ વછૂટી જતું હોય જે જગતના રાગભાવ અને સ્વાર્થભાવથી આપણે કંપી જતા હોઈએ તે તે જગતને બચાવવા માટે આપણે સૂક્ષ્મનું બળ પેદા કરવું જ પડશે. સ્કૂલની તાકાત ઓછી છે; સૂમની તાકાત એક મૂડી ઊંચી અનેરી છે.
હાથી સ્થૂલ છે; મહાવત તેના કરતાં સૂક્ષ્મ છે. અંકુશ તેના કરતાં પણ સૂક્ષ્મ છે અને અંકુશ ક્યાં મારા તે નક્કી કરતી બુદ્ધિ તેનાથી અત્યંત સૂક્ષ્મ છે. ઉત્તરોત્તર સૂક્ષ્મ થતી જતી આ વસ્તુઓ વધુ બળવાન છે. લખેલા. કાગળ કરતાં કેરા કાગળને વાંચવામાં ઘણું બુદ્ધિની જરૂર હોય છે. કેરા કાગળની તાકાત ઘણું વધારે છે. ક્રોધ કરીને, રાડો પાડીને બીજાને સમજાવવા કરતાં ક્ષમા ધારણ રાખીને મૂંગા રહેનારાની તાકાત ઘણું વધારે છે. માટે જ બૂમબરાડા પાડતા ભીમ કરતાં દુર્યોધનને મૂંગે રહેલે અર્જુન વધારે ભયરૂપ લાગ્યો હતો.
| ગુરોસ્તુ મૌન વ્યાખ્યાનમ ! . શિષ્યાસ્તુ છિન્નસંશયાઃ |