________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૪૭
જેઈને પ્રસન્ન થઈ ગએલાં દેવીએ તેમને વદમાં સદા અજેય રહેવાનું વરદાન આપ્યું.
આગળ ઉપર આ મુનિવર સૂરિ પદે આરૂઢ થયા. તેમની પ્રચંડ પુણ્યશક્તિ જોઈને ગુરુદેવને સૂરિપદ અર્પણ કરતાં ભારે મૂંઝવણ થઈ હતી. વધુ માન-સન્માન અને ભક્તિ એમના પતનનું કારણ તે નહિ બને ને ? એ ભયથી તે.
પણ તેમના મુખ ઉપરની મૂંઝવણને બપ્પભટ્ટીમુનિ પામી ગયા. તેમણે તે જ ક્ષણે જીવનભર માટે છ વિગઈએ (મૂળથી) અને ભક્તોના ઘરની ભિક્ષાને સંપૂર્ણ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. પતનું મૂળ જ કાપી નાખ્યું; રસનેન્દ્રિયની લોલુપતા. આથી ગુરુદેવે અતિ પ્રસન્ન થઈને અંતઃકરણના ભાવભર્યા આશિષ આપ્યા; “તું મહાબ્રહ્મચારી
બનજે.”
અને આ આશિષે જ બપ્પભટ્ટસૂરિજીને, આમરાજા તરફથી થએલી–નર્તકીને રાત્રે મોકલીને પતન કરવા સુધીની –અગ્નિ પરીક્ષામાંથી અણિશુદ્ધ પાર ઉતાર્યા હતા.
(૫૪) કટોકટીના સમયમાં પ્રદ્યુમ્નસૂરિજી: જે સમયમાં જન-ધર્મ ઊપર ઉગ્ર કક્ષાનાં આક્રમણ થતાં હતાં; જ્યારે શંકરાચાર્યના અનુયાયીઓ ઝનૂને ચડીને જેને ઉપર સશસ્ત્ર હુમલાઓ કરતા હતા, જ્યારે જેની મોટા પ્રમાણમાં નગરોમાંથી હિજરત થતી હતી, જ્યારે પંચાસરને અને વલ્લભીને ભંગ થયું હતું, જ્યારે દુષ્કાળને કારણે પણ જૈનસંઘને પારાવાર મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું,