________________
૧૩૭
મુનિજીવનની બાળપોથી-૩
અપૂર્વ બળ કેળવીને ગજસુકુમારે તે ઉપસર્ગમાં સર્વકર્મક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. ધ્યાનાવસ્થામાં સસરાને ખૂબ ખૂબ ઉપકાર માન્ય.
બીજે દિવસે સવારે પરમાત્મા નેમનાથસ્વામીજીને વંદન કરવા માટે કૃષ્ણ નીકળ્યા. ત્યારે તેમણે રસ્તામાં એકલા હાથે ઈંટના ઢગલાને ક્રમશઃ ફેરવતે જે તેમને દયા આવી. તરત પિતાના સહિત પિતાના માણસને તેની મદદ લગાવી દેતાં ચેડી જ ક્ષણમાં ડોસાનું કામ પૂરું થઈ ગયું.
બાદ પ્રભુજીને વંદનાદિ કરીને ગજસુકુમારે મુનિનાક્ષેમકુશળ પૂછયા. પ્રભુએ ફરમાવ્યું, “હે કૃષ્ણ! તે તે મોક્ષ પામી ગયા. એમાં તેના સસરાએ ભારે મદદ કરી એથી એમનું કામ ઝટ પતી ગયું; જેમ તે રસ્તામાં પેલા ડોસાને ઈંટો ફેરવવામાં મદદ કરી તેમ.
આ સાંભળીને ભારે આઘાત પામેલા કૃષ્ણ તે સ્મશાનભૂમિ તરફ વિદાય થયા. શબને જોઈને કૃષ્ણ, માતા દેવકી વગેરેએ છાતી ફાટ કલ્પાંત કર્યું. હા.... એ દિવસે દ્વારિકાને એક પણ યાદવ એ ન હતું જેની આંખે ધાર રડી ન હોય.
દેવકીના વણથંભ્યા રૂદનને શાન્ત કરવા માટે શ્રીકૃષ્ણ, ગજસુકુમાલ મુનિ મેલે પધાર્યાની પ્રભુની વાત કરીને આશ્વાસન આપ્યું.
સ્મશાનેથી સપરિવાર પાછા ફરતાં કૃષ્ણ ભારે ઉદ્વેગને