________________
૧૩૬
મુનિજીવનની બાળપોથી-૩
જીવનમાં થએલે નારીઓને તિરસ્કારભાવ યાદ આવી ગયે. મન બેચેન થઈ ગયું. હાય ! તે જ વખતે નિયાણું કર્યું કે, “મારા તપ, સંયમના પ્રભાવે મને આવતા ભવે એવું અદ્ભુતરૂપ મળે કે સેંકડો લલનાઓ મારી પાછળ ઘેલી બને...
હા તેમ જ બન્યું. પણ હાથી વેચીને નંદિષેણ મુનિએ ગધેડે ખરીદ્યો ! રત્ન વેચી મારીને બદલામાં ચણોઠીઓ લીધી !
આગ લગાવીને, છેલ્લે છેલ્લે, સંયમનું વન બાળીને ભસ્મ કર્યું!
તેમને આત્મા સાતમા દેવલેકે જન્મ લઈને, [કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ થયે. સેંકડો લલનાઓને સ્વામી થયો!
(૫૧) ગજસુકુમાલમુનિ. કૃષ્ણના નાનકડા ભાઈ ગજસુકુમાલ હતા. પ્રભાવતી નામની કન્યા સાથે તેનું લગ્ન કર્યા બાદ સમશર્મા નામના બ્રાહ્મણની દીકરી સેમા અતિ રૂપવંતી હોવાથી કૃષ્ણ તેની સાથે પણ. ગજસુકુમાલનાં લગ્ન કરાવ્યાં.
ત્યાર બાદ પ્રભુ નેમનાથ સ્વામીજીની દેશનાથી વિરક્ત થઈને તે ત્રણેય આત્માઓ દીક્ષિત થયા.
વધુ સંકટો પામીને જલદી કર્મક્ષય કરવા માટે ગજસુકુમાલ મુનિ સ્મશાને કાયોત્સર્ગમાં રહ્યા ત્યાં રેષે ભરાએલા મિલ સસરાએ માથે અંગારા ભરીને તેમની હત્યા કરી.