________________
૧૧૮
મુનિજીવનની બાળપોથી-૩ આ પ્રાયશ્ચિન સચિત્ત પૃથ્યાદિને સંઘટ્ટો થાય ત્યારે જઘન્યથી નીવિથી આરંભીને ઉત્કૃષ્ઠથી છ માસના ઉપવાસ સુધીનું અપાય છે.
૭. છેદ : તપ પ્રાયશ્ચિત્તથી પણ ન સુધરે તેવા સાધુને ૫ વગેરે અહેરાત્રિના ચારિત્રપર્યાયનો છેદ કરી દેવામાં આવે છે. કેટલાક તપ કરી શકતા સાધુ તપ-પ્રાયશ્ચિત્ત ગમે તેટલું આવે તે તેને વહી લે છે અને સુધારતા નથી, તેમને અથવા તપમાં અસમર્થ ગ્લાનાદિને અથવા નિષ્કારણ અપવાદમાગ સેવનારાને આ પ્રાયશ્ચિત્ત અપાય છે.
૮. મૂળ: મહાવતે ફરીથી ઉચરાવવા તે મૂળ પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
આ પ્રાયશ્ચિત્ત વારંવાર જાણ સમજીને આકુટ્ટીથી) પંચે જીવની હત્યા કરે, અહંકારથી મૈથુન સેવે, ઉત્કૃષ્ટ મૃષાવાદ સેવે કે અદત્તાદાન પરિગ્રહણ કરે અથવા લઘુ મૃષાવાદાદિને વારંવાર સેવે તેને આપવામાં આવે છે.
૯. અનવસ્થા યતા : પુનઃ ત્રચ્ચારણ (અવસ્થાપન) ન કરી શકાય તેવી મોટી વિરાધનાવાળા, અતિદુષ્ટ પરિણામવાળા આલેચક સાધુને આપેલે તપ જ્યાં સુધી તે પૂર્ણ ન કરે ત્યાં સુધી પુનઃ વ્રતે ઉચ્ચારાવવા નહિ. એવું જે પ્રાયશ્ચિત્ત તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કહેવાય. (તે સાધુને પણ અનવસ્થા કહેવાય.) એવા સાધુને તપ પણ એ અપાય કે જેને વહતાં તે તદ્દન અશક્ત થઈ જાય. ઊઠવું, બેસવું પણ ભારે પડી જાય. તે વખતે તે સાધુ બીજા સાધુઓને પ્રાર્થના કરે, “હે સાધુઓ ! મારી