________________
૧૨૭
મુનિજીવનની બાળપેથી-૩ હતું જ્યારે આજે ગ્રહણ સુલભ છે, પાલન દુષ્કર બનતું જાય છે. તેના કારણમાં અપાત્રોની દીક્ષા અને પાત્રોની અપાતી વધુ પડતી ઉતાવળે દીક્ષા મને જણાય છે. ખાવાપીવાની. પહેરવા, ઓઢવાની, ફરવાની તેવા દીક્ષાથી આગળ કરાતા ગુરુઓના નિવેદન–મુનિજીવનના પાલનને મુકેલરૂપ બનાવતા હોય એમ લાગે છે. મુનિજીવન ખાવાપીવાની મજારૂપ નથી; મુનિજીવન ઉપવાસ આદિની પ્રતિકૂળતામાં આનંદરૂપ છે. આ વાત તમામ દીક્ષાથીઓને પહેલેથી જ આપણે જણાવવી જોઈતી હતી. આ વાત જે સાધુઓ દીક્ષાર્થીઓને પહેલી જ જણાવે છે કે સાધુજીવનમાં ઘણી પ્રતિકૂળતાઓ વેઠવાની છે, ન મળતી હોય તે ઉદીરણા કરીને લાવવાની છે અને એવી પ્રતિકૂળતામાં જ સાધુ જીવન જીવાય છે–આવુ સમજાયા પછી દીક્ષાર્થીઓ મુનિ જીવન જીવતા પહેલા પ્રતિકૂળતાને જ વહાલ કરતાં થઈ જાય અને અનુકૂળતાને જોતાં જ જેમને કંપારી છૂટી થઈ જાય તેવા દીક્ષાથી એ જ સાધુજીવનને સાચા અર્થમાં માણી શકે છે. “નમો સવસાહૂન” પદમાં આવા જ સાધુ-સાધ્વીજી ભગવંતે બિરાજે છે.
જે મુનિ થઈને અનુકૂળતાએ જ જોઈતી હોય તો સંસાર શું ખોટો હતો ? એ ક્યાં ઓછી અનુકૂળતાએથી ભર્યો હતો? જે મુનિજીવનમાં વિહારના દુઃખ પણ ખમાતા ન હોય, લોચના કષ્ટ ગભરાવી મૂકતા હોય અને ગુરુઓના કડવા વચન અસહ્ય બનતા હોય, સહુવતીઓના ટોણમેણું
માં ઓછી
ન હોય છે. જે સુનિજીવન