________________
- ૧૩૦
મુનિજીવનની બાળપોથી-૩ અનુકૂળતાનું શ્રેષીપણું એ જ સાધુજીવન, એ જ જીવનમંત્ર શીખવી દેવાની બહુ જરૂર લાગે છે.
શાસ્ત્રવિચાર (૯) ગોચરીના સુડતાલીસ દોષ :
- સાધુસાધ્વીએ આહાર પાણી વહોરતાં તેના ૪૨ દોષ વર્જવા તથા આહાર કરતાં મંડલીના પ દોષ વર્જવા તે આ પ્રમાણે–પ્રથમ ઉદ્ગમને એટલે આહાર ઉપજવાના સંબંધના ૧૬ દોષ આ પ્રમાણે-૧. સર્વ દશનીઓને અથવા સર્વ લિંગીઓ (મુનિઓ)ને ઉદ્દેશીને કરવું તે આધાકમી દેષ. ૨. પૂર્વે તૈયાર કરેલા ભાત, લાડુ આદિકને મુનિને ઉદ્દેશીને દહીં ગોળ વિગેરેથી સ્વાદિષ્ટ કરવા, તૈયાર થયેલ ચૂરમા મધ્યે ધૃતાદિ ભેળવી લાડુ કરવા તે “ઉદ્દેશ દોષ” ૩. શુદ્ધ અન્નાદિકને આધાકમથી મિશ્ચિત કરવું તે “પૂતિકર્મષ.” ૪. જે પોતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું તે “મિશ્ર દોષ ૫. સાધુને માટે ક્ષીર આદિક જુદાં કરી પોતાના ભાજનમાં સ્થાપી રાખવાં તે “સ્થાપિત દેષ. ૬. વિવાહાદિકને વિલંબ છતાં સાધુને રહેલા જાણી તેમને લાભ મેળવવા માટે તે વખતમાં જ વિવાહાદિ કરવા તે. પાહુડી દોષ. ૭. અંધકારમાં રહેલી વસ્તુને દીવા આદિકથી શોધી લાવી સાધુને આપવી તે “પ્રાદુરકરણ દોષ.” ૮. સાધુને માટે કિંમત આપીને ખરીદ કરવું તે “કીત દેષ.” ૯. સાધુને માટે ઉધારે અન્નાદિક લાવીને આપવું તે પ્રામિત્યક દેષ ૧૦. પિતાની વસ્તુ બીજા સાથે અદલાબદલી