________________
મુનિજીવનની બાળપોથી-૩
:
૧૧૭
પુનઃ આ અપરાધ કરવાનો નિશ્ચય કરે તેને પ્રતિક્રમણ કહેવાય.
પ્રવચનમાતા વગેરેના પાલનમાં સહસા કે અનુપગે પ્રમાદથી ભૂલ થાય ત્યારે ગુરુ સન્મુખ આલેચના (પ્રાયશ્ચિત્ત રૂપ કથન). કર્યા વિના “
મિચ્છામિ દુક્કડં” કહેવા રૂપ આ પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે.
૩. મિશ્ર: ઉક્ત આલેચના અને પ્રતિકમણ-ઊભય જેમાં હોય તે મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય. તેમાં પ્રથમ ગુરુ સમક્ષ સૂક્ષ્મ અતિચારની આચના કરે પછી ગુરુના આદેશથી “
મિચ્છામિ દુક્કડ” દે.
આ પ્રાયશ્ચિત્ત ઈષ્ટ નિષ્ણ વિષયમાં રાગાદિ સંશયવાળાને સમજવું. રાગાદિના નિશ્ચયવાળાને તે ૬ઠું તપ પ્રાયશ્ચિત્ત આવે.
૪. વિવેક: દોષિત આહાર–પાણી–ઉપધિ-વસતિ વગેરેનો ત્યાગ કરવો. તેને વિવેક કહેવાય. ઉપલક્ષણથી ક્ષેત્રતીત -કાલાતીત આહાર વગેરેનો પણ ત્યાગ સમજો.
પ. વ્યુત્સગ : ઉક્ત અનેષણયાદિને ત્યાગ, ગમનાગમન, સાવદ્ય સ્વપ્નદર્શન, નદી-ઉત્તરણ, લઘુ-વડીનીતિ પરડવવાથી વગેરે પ્રવૃત્તિ બાદ યક્ત કાર્યોત્સર્ગ કરવો તેને વ્યુત્સર્ગ –પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
૬. તપ: છેદગ્રન્થ અને છતક૯પમાં કહ્યા પ્રમાણે જે તપથી જે અતિચારશુદ્ધિ થાય તે તે તપ આલેચકને ગુરુ આપે, આલેચક તે તપ કરી આપે.