________________
૧૧૫
મુનિજીવનની બાળપોથી-૩
૧ જિનાજ્ઞાઓનું વધુમાં વધુ પાલન અને તમામ
આજ્ઞાઓ પ્રત્યે કટ્ટર પક્ષપાત, ૨ દેવ-ગુરુની પરાભક્તિ ૩ સદાચારી જીવન ૪ વેપારમાં નીતિમત્તા ૫ સ્વાધ્યાયની લગન ૬ જીવ માત્ર પ્રત્યે દયાળુતા
૭ અત્યંત પાપભીરુતા - જે આવી સાત બાબતોથી શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર થશે તે મને લાગે છે કે સાધુ અને સાધ્વીજીઓના જીવન હજી પણ ઊંચા જશે. જ્યાં ક્યાંય પણ ડી ઘણી શિથિલતા ત્યાગીવર્ગમાં જોવા મળે છે, તેની સામે જાગતા સિપાઈઓ જેવા આ શ્રાવકે અને શ્રાવિકાઓ બનશે. તેઓ શિથિલતાને પામેલા સાધુ-સાધ્વીજીઓને વિનીતભાવે સવાલે પૂછી પડકારતા થશે. અને તેવા સાધુ-સાધ્વીજીએ પણ તેમનાથી ડરતા અને જાગતા રહેશે. તે શા માટે આ એક શ્રાવક-શ્રાવિકાઓને વર્ગ આપણે ઉભે ન કરીએ?
ઘેર-ઘેર, પાણિયારે એક એક દીવો મૂકી દઈએ-કમસે કમ એક દી મૂકી દઈએ, જે આખાય ઘરને આધ્યાત્મિક અંધકાર દૂર કરે અને સર્વત્ર જિનાજ્ઞાન પ્રકાશ પાથરે