________________
મોકલી કારમાં તે
ઉત્તમ કે
૧૨૨
મુનિજીવનની બાળપેથી-૩ અતિ વૃદ્ધ થતાં કલાકપુરમાં સ્થિરવાસ રહ્યા. શિષ્યને દેશાન્તરોમાં મોકલી આપ્યા. આચાર્ય શ્રી વૃદ્ધ છતાં અતિ ઉત્તમ કેટિનું સંયમપાલન કરતા હતા. આથી જ તે ક્ષેત્રની દેવી તેમની ઉપર અત્યંત તુષ્ટમાન હતી.
એક વાર પોતાના અપરિણત એવા દત્ત નામના સાધુ ત્યાં આવી ચડ્યા. તે સાધુ ગુરુજીને જોઈને તેમની શિથિલતાની કલ્પનાઓ કરીને અસદ્ભાવ બતાડવા લાગ્યા અને સ્વયં બીજા સ્થળે ઊતર્યો.
ભિક્ષાને સમય થતાં ગુરુજી દત્તમુનિ પાસે ગયા અને ભિક્ષા માટે સાથે લઈ ગયા. ખૂબ સામાન્ય કક્ષાનાં કુટુંબ માંથી રૂક્ષ અને તુચ્છ જેવી ભિક્ષા ગુરુજીને લેવાની હોવાથી દત્તમુનિને તે ન ગમ્યું. છેવટે ગુરુજી તેને સુખી કુટુંબમાં લઈ ગયા. ત્યાંથી સારી વસ્તુઓ મળે તે માટે ગુરુજીએ તે ઘરના પુત્રને વળગાડ જતા વેંત દૂર કરી દીધું. આથી પુત્રની માતા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે લાડુથી ભિક્ષાપાત્ર ભરી દીધું.
દત્તમુનિએ આ વાતને ઊલટી પકડી. મારા ગુરુએ પહેલાં મને બીજે બધે ફેરવીને ખૂબ હેરાન કર્યો અને પછી આ સમૃદ્ધ ઘરે લઈ આવ્યા.
સંધ્યાનો સમય થતાં ગુરુજીએ દત્તમુનિને યાદી આપી કે આજે તમે લાડુને જે આહાર વાપર્યો છે તે “ચિકિત્સાપિંડ” રૂપ છે. મેં તે પુત્રની ચિકિત્સા કરી તેથી મળે છે માટે આ દોષનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જરૂરી છે.”