________________
મુનિજીવનની બાળપોથી-૩
૧. આશાતના અનવ. ૨. પ્રતિસેવા અનવ. તેમાં પહેલું તીર્થંકર, ગણધરાદિ ઉત્તમેાત્તમ પુરુષની અવહીલના કરે તેને જઘન્યથી છ માસ, ઉ.થી એક વ સુધીનું અપાય છે. બીજું તેા હાથેથી માર મારવા, સમાનધી, સાધુએની કે અન્ય ધીની ચારી કરવી વગેરે કુકૃત્યા કરનારને જઘન્યથી એક વર્ષ, ઉ.થી ૧૨ વર્ષ સુધીનું પ્રાયશ્ચિત્ત અપાય છે.
૧૨૦
૯મું અને ૧૦મું પ્રાયશ્ચિત્ત ૧૪ પૂર્વી અને પ્રથમ સંઘયણી સાધુએના કાળ સુધી જ હતું. ત્યાર પછી તે બે ય વિચ્છેદ પામ્યા છે. મૂલ પ્રાયશ્ચિત્ત સુધીના આઠ પ્રાયશ્ચિત્ત શાસનપતિના કાળના છેલ્લા આચાર્ય દુપ્પસહસૂરીજીના કાળ સુધી રહેશે.
(૪૫) પાદલિપ્તસૂરિજી અને શાસનરક્ષા : એ સૂરિજીનું નામ હતું; પાદલિપ્તસૂરિજી. એક વાર તેમણે તદ્દન નવા ગ્રંથનું નિર્માણ કર્યું. પરંતુ કોઈ ઇર્ષ્યાળુ બ્રાહ્મણ પડિતે તે ગ્રંથરચનાને પ્રાચીન’ જાહેર કરી. તેની ઉપરથી ઉતારે કરીને પાદલિપ્તસૂરિજીએ તેને પેાતાની નવીન રચનાના નામે ચડાવી દીધી છે તેમ કહ્યું. આ સાંભળીને સેંકડો પિડતામાં ખળભળાટ મચી ગયા. એક જૈનાચાય કારમી યશભૂખને લીધે આટલી બધી માયા કરે ! ધિક્કાર છે; જેનાને !” પડિતાએ મેએ આવી વાતે કરવા લાગ્યા.
આ જાણીને પાદલિપ્તસૂરિજીને મોટા આધાત લાગ્યા. આ શાસનહીલનાનું નિવારણ કરવાના તેમણે નિશ્ચય કર્યાં.