________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૧૯
ઊભા થવાની ઇચ્છા છે.” આ વખતે અન્ય સાધુએ કશું ન ખેલતાં માત્ર તેનું કામ કરી આપે. આ રીતે તપ કર્યાં પછી તેને તેાચ્ચારણ કરાવાય.
જે સાધુ લાઠી, મુટ્ઠી વગેરેથી મરવાના કે મારવાને પણ ભય છોડીને નિર્દયતાથી સ્વને કે પરને પ્રહાર કરવારૂપ અતિદુષ્ટ અધ્યવસાયને સેવે તેને આ પ્રાયશ્ચિત્ત અપાય છે.
૧૦. પાાંચિક : જેનાથી હવે કોઈ મેટું પ્રાયશ્ચિત્ત નથી માટે જે સઘળા પ્રાયશ્ચિત્તને પાર પામેલું છે. તે પારાંચિક પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
સાધ્વી કે રાજપત્નીને ભાગવનાર સાધુ, સાધ્વી કે રાજા વગેરે ઉત્તમ મનુષ્યે વધ વગેરે કરવારૂપ મેટા અપરાધ કરનાર સાધુને (આચાય ને) કુલ-ગણ અને સ'ઘથી પણ બહાર મૂકવા માટે અપાય છે. તે જઘન્યથી ૬ માસ અને ઉ.થી ૧૨ વર્ષ સુધીનું હેાય છે. તેટલા કાળ પછી શુદ્ધ થયેલાને પુનઃ દીક્ષા અપાય અન્યથા નહિ. આ પ્રાયશ્ચિત્ત કેવળ આચાય ને જ અપાય છે. પ્રાયશ્ચિત્ત વહન કરવાના કાળ દરમિયાન તે અપ્રગટ રૂપે સાધુ વેષ રાખીને, જ્યાં ન વિચર્યાં હેાય તેવા અજાણ્યા લેાકેાના પ્રદેશમાં રહીને અત્યુગ્ર તપ કરે ત્યારે પૂર્ણ થાય છે.
ઉપાધ્યાયને તે દશમા પ્રાયશ્ચિત્તને યાગ્ય અપરાધના બદલામાં પણ ૯મું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જ અપાય અને સામાન્ય સાધુને ગમે તેટલા મેટા અપરાધે વધુમાં વધુ આઠમું મૂળ પ્રાયશ્ચિત્ત જ અપાય.