________________
૧૨૧
મુનિજીવનની બાળપોથી-૩
પીઢ અને ગંભીર શ્રાવકેને એકઠા કરીને તેમણે એક વાત મૂકી કે કાલે સવારે તમારે મને કાળધર્મ પામેલે જાહેર કરીને મારી સ્મશાનયાત્રા કાઢવી. ઘણું કરીને તે આ સમશાનયાત્રામાં જ મારું કાર્ય હું પતાવી દઈશ પણ કદાચ કમનસીબે કાર્યસિદ્ધિ ન થાય તે ઠેઠ સ્મશાન સુધી મારી પાલખીને લઈ જજે અને મને ચિતામાં ગોઠવીને સળગાવી દેજે.” ' સૂરિજીની વાત પ્રમાણે બધે અમલ કરવામાં આવ્યું. જ્યારે પાલખી પેલા ઈર્ષ્યાળુ પંડિતના ઘર આગળ આવી ત્યારે તે પાલખી પાસે આવીને મોટેથી પોક મૂકીને રડવા લાગ્યું. ભેગા થઈ ગએલા લોકેએ તે પંડિતને જોરથી રડવાનું કારણ પૂછ્યું.
પંડિતે કહ્યું, “આ જનાચાર્યને મેં જ મારી નાખ્યા છે. હે ભગવાન! મેં કેવું પાપ કર્યું ! આ જૈનાચાર્યની કૃતિ તદ્ધ નવીન રચના હોવા છતાં મેં તેમની ઉપર કેવું આળ ચડાવ્યું. હા..... તેના આઘાતથી જ તેઓ અકાળે એકાએક મૃત્યુ પામી ગયા! હાય! મારા જેવા પાપીનું શું થશે ?”
આ હકીકતની બરોબર જાહેરાત થઈ કે તરત સૂરિજી પાલખીમાં હાલવા લાગ્યા. પાલખી થંભાવીને બહાર નીકળ્યા.
| સર્વત્ર સૂરિજીને જયજયકાર થઈ ગયે. જૈનશાસન ઘેર હીલનામાંથી ઊગરી ગયું.
(૪૬) ગુરુદ્રોહી દત્તમુનિ: સંગમ નામના આચાર્ય