________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૨ ૩ આ સાંભળીને ઊકળી પડેલા દત્તમુનિએ ગુરુને કહ્યું, “તમારા તે દોષનાં ઠેકાણું નથી અને મને દોષની વાત કરવા નીકળ્યા છે.”
આવી ઉદ્ધતાઈ જોઈ ને ક્ષેત્રદેવી પાયમાન થઈ ગઈ. તેણે તે જ વખતે ભયંકર વંટોળ પેદા કરીને સર્વત્ર ગાઢ અંધારું પેદા કરી દીધું. આથી ભયભીત બની ગએલા દત્તમુનિએ, “ગુરુજી! બચાવે. મને બીક લાગે છે.” એમ મોટેથી બૂમ પાડી.
સ્વલબ્ધિથી આંગળીને તેજસ્વી બનાવીને ગુરુજીએ દત્તમુનિને કહ્યું. “આ તરફ ચાલ્યા આવે જરા ય ગભરાવાની જરૂર નથી.”
આ વખતે પણ દત્તમુનિને કુવિચાર આવી ગયે કે, “મારા ગુરુજી દી પણ રાખતા લાગે છે.”
તેને આ મનેભાવ જાણીને ક્ષેત્રદેવીએ તેને સખત શબ્દોમાં ઠપકો આપ્યો. | દત્તમુનિએ ગુરુજી પાસે ક્ષમાયાચના કરીને શુદ્ધિ કરી.
(૪૭) મહાપાધ્યાયજીને શ્રાવકને ટાણે : મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા સાહેબ કાશીમાં અભ્યાસ કરીને “ન્યાયવિશારદ'નું બિરુદ લઈને ગુરુદેવ પાસે ગુજરાતમાં પાછા ફર્યા. એક દી પ્રતિકમણમાં કઈ શ્રાવકે ગુરુદેવને વિનંતી કરી કે સઝાય બોલવાને આદેશ યશવિજયજી મહારાજને અપાય.