________________
૫૪
મુનિજીવનની બાળથી-૩ (૧) એતિહાસિક કથાઓ : (૯) વેરનો અનુબંધ ત્રિલેકગુરુ પરમાત્મા મહાવીરદેવે હાલિક નામના ખેડૂતને પ્રતિબોધવા માટે ગણધર ભગવંત ગૌતમસ્વામીજીને મોકલ્યા. ગુરુ ગૌતમસ્વામીજીની જ્ઞાન-ધારામાં ભીંજાઈને પાવન થએલે ખેડૂત સમ્યકત્વ પામ્યો. તેણે દીક્ષા પણ લીધી, તેને વેષ આપવામાં આવ્યું. તેને લઈને ગૌત્તમસ્વામીજી પ્રભુ પાસે આવવા નીકળ્યા. પરમગુરુ પરમાત્માના ગુણવૈભવને સાંભળતાં તેની દર્શન કરવાની ઉત્સુકતા વધવા લાગી. પણ જ્યારે ખરેખર તેણે પરમાત્માનું દર્શન કર્યું ત્યાં જ એ ચીસ પાડી ઊઠીને બેલ્યા, “આ તમારા ગુરુ ! ના..તે મારે દક્ષા પાળવી જ નથી.......અને તે એકદમ ભાગી છૂટ્યો.”
ગુરુ ગૌતમસ્વામીજી આ દશ્ય જોઈ રહ્યા.
પરમાત્માએ કહ્યું, “ગૌતમ! ભલે એણે સાધુત્વ મૂકી દીધું પણ તે સમ્યકત્વ તે પામી ગયે! આ જ તેને મોટો ફાયદો થઈ ગયો. મેં તમને એ માટે જ મોકલ્યા હતા. બાકી મને જોઈને નાસી જવાનું કારણ મારી સાથે મારા ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકેના ભવમાં-સિંહ તરીકેના તેના જીવનમાં બંધાયેલું વેર છે.
(૧૦) રૂપગર્વિના ભેગે એ ધનશ્રી નામની રૂપગર્વિતા હતી. તેના લગ્નના સમયે જ કે મલિન વસ્ત્રધારી મુનિરાજ ભિક્ષાર્થે પધાર્યા. ધનશ્રીને તેમના ઉપર દુર્ગા (સૂગ) થઈ આવી. તેનું મન બોલી ઊઠયુ, “આ સાધુઓ