________________
મુનિજીવનની બાળપોથી-૩
(૪૩) દેવદ્રવ્યભક્ષણ અને શુભકર શેઠ : કાંચનપુર નગરમાં શુભકર શેઠ હતા. તેઓ જિનેશ્વરદેવના ભક્ત હતા; જિનશાસનના પ્રભાવક હતા. એક વાર વહેલા મરેિ પૂજા કરવા ગયા. મરેિ પ્રવેશ કરતાં જ અતિ અદ્ભુત સુગંધ આવવા લાગી. તે જ રાત્રિએ પ્રભુભક્તિ કરવા માટે આવેલા દેવાએ કરેલા સાથીઆના અક્ષતની એ સુવાસ હતી. સુવાસની માદકતાથી શેઠનુ મન ચલિત થયું. એમણે તે અક્ષત લઈ લીધા અને દેવદ્રવ્યના ભક્ષણના દોષ ન લાગે તે માટે, તે અક્ષત કરતાં ત્રણ ગણા અક્ષત ત્યાં મૂકી દીધા. ઘરે લઈ જઈને તે ચોખાની ખીર બનાવી. શેઠે ખાધી. કોઈ વહેારવા આવેલા મુનિને પણ વહેારાવી. બંનેની સ્થિતિ ખૂબ ભયાનક થઈ ગઈ. શેઠ સાત જ દિવસમાં ધંધાથી પાયમાલ થઈ ગયા; અને મુનિ સાત દિવસ સુધી કુંભક ની જેમ ઊંઘતા જ રહ્યા. તેમના ગુરુએ પગેરુ શેાધી કાઢ્યું. શેઠ પાસેથી સઘળી માહિતી મેળવ્યા બાદ ઉપાય કર્યાં.
૧૧૦
શેઠે અને મુનિએ શુદ્ધિ કરી. મુનિના તે ખીરના પાત્રને છાણ, દહીં વગેરેથી વાર વાર શુદ્ધ કરવામાં આવ્યું. નવે લેપ કરીને તડકે રાખ્યા બાદ તે પાત્રને પુનઃ ઉપચેાગ ચાલુ કર્યાં.
(૪૪) સનત્ કુમાર : વધુ માનતપની જોરદાર તપશ્ચર્યાના પ્રભાવે તે દેવ થએલા આત્માને દેવલાકમાં બીજા દેવા કરતાં અદ્ભુત રૂપ મળ્યું હતું. તેના રૂપને જોઈને અન્ય