________________
મુનિજીવનની બાળપોથી-૩ થયે. તે સ્વયં પંન્યાસજી પાસે ગયા અને માફી માગીને પુનઃ પિતાના રાજ્ય આગ્રામાં લઈ આવ્યા.
(૪૨) મણિભદ્રજીનું ચરિત્ર: જેઓ વર્તમાનકાળમાં તપાગચ્છના સંરક્ષક-અધિષ્ઠાયક દેવ કહેવાય છે. તે સમ્યદૃષ્ટિ દેવાત્મા મણિભદ્ર વીરનો ઈતિહાસ આ પ્રમાણે છે.
એનું નામ માણેકચંદ હતું. આનંદવિમલસૂરિજી મહારાજાનું કઠોર સંયમ જોઈને તેને આત્મા ધર્મ પ્રત્યે અથાગ શ્રદ્ધા ધરાવતા થઈ ગયા. તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા. એકદા ગુરુદેવે પાલીમાં ચેમાસું કર્યું. ચાતુર્માસ બાદ ગુરુદેવ સિદ્ધાચલજી તરફ પ્રયાણ કરતા હતા. માણેકચંદની. પગપાળા યાત્રા કરવાની ભાવના થતાં તે ગુરુદેવ સાથે વિહારમાં જોડાઈ ગયા. જ્યાં સુધી સિદ્ધાચલમાંના આદિનાથ પ્રભુનાં દર્શન ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા કરી. સાતમા ઉપવાસે પાલનપુર અને સિદ્ધપુરની. વચ્ચે આવેલા મગરવાડાની ભૂમિમાં આવ્યા. ત્યાં રાત્રિના સમયે ભીલ લોકોએ માણેકચંદને લૂંટીને મારી નાખ્યા. શુભ ધ્યાનમાં મૃત્યુ પામીને માણેકચંદ “મણિભદ્ર વીર” બન્યા. ગુરુદેવ આનંદવિમળસૂરિજીને રાત્રિમાં ધ્યાનસ્થ અવસ્થામાં મગરવાડાની ઝાડીમાં પ્રત્યક્ષ દર્શન આપ્યાં, તેમણે કહ્યું, “ગુરુદેવ ! બીજાઓના ત્રાસની સામે હું આપના તપાગચ્છની રક્ષા કરીશ. આપના ઉપાશ્રયમાં મારી પ્રતિષ્ઠા કરજો અને આપના ભાવિ નુતન આચાર્યો મને “ધર્મલાભ” આપવા આવે તેવી તેમને પ્રેરણા કરજો. ત્યાં સુધી હું તમારા ગછની રક્ષા કરીશ.”