________________
૧૦૭
મુનિજીવનની બાળપોથી-૩
ઘાઘ અને વૈજલિ એના અંગત ચેકીદારો હતા. તેમની માતા સુહાગદેવી કુલટા હતી; જેની સાથે અજયપાળ લાગ્યું હતું.
એકદા અંધકારમાં રાજા અને સુહાગદેવી બેઠાં હતાં. ત્યાં ઘાંઘો પ્રકાશ કરવા માટેનું ફાનસ લઈ આવ્યો. રાજાએ. તેને ફાનસ લઈને ચાલી જવા કહ્યું. જતાં જતાં ઘાંઘાએ પિતાની માતાને જોઈ. તેણે પોતાના ભાઈ વૈજલિને આ વાત કરી. ઘાંઘાએ દુઃખથી આપઘાત કરવાનો વિચાર દર્શાવતાં વૈજલિ ગુસ્સે ભરાયે. તેણે કહ્યું, “આપણે શા માટે મરી જવું? તે નીચ રાજાને આજે જ પૂરો કરી દઈશું.”
બને તે તરફ ગયા. આ સમયે અજયપાળ એકલે હતો. ધ્યાનમાં બેઠે હતે. પાછળથી ધસી આવીને બનેએ અજયપાળના માથે મેટો પથ્થર માર્યો. અજયપાળ લેહીલુહાણ થઈને ધરતી ઉપર પટકાઈ પડ્યો. તેના અંગરક્ષકે સાથે ઘાંઘાને અને વજલિને ઝપાઝપી થઈ. તેમાં ઘાંઘે મૃત્યુ પામ્યો. અંગરક્ષકો અજયપાળને પડતો મૂકીને ચાલ્યા ગયા.
રાજાને ખૂબ તરસ લાગી હતી. તે કણસતે હતે. માંડ ઊઠીને પાસે આવેલા દરજીને ઘેર જવા નીકળે ત્યાં વચમાં આવેલી ખાળમાં “ધબાફ” કરતો પડી ગયો.
દરજી આંગણામાં દોડી આવ્યું. કૂતરો સમજીને તેણે મોટો પથ્થર ઝીંક્યો. અજયપાળનું માથું ફાટી ગયું.
ભારે વેદનાથી ચિત્કારતે તે બોલ્યો, “દેષ કેઈને