________________
૧૦૮
મુનિજીવનની બાળપોથી-૩ નથી. મેં સાધુઓને ખૂબ સતાવ્યા છે તે મારે જ દોષ છે, તેનું જ આ ફળ છે.”
ડી જ પળોમાં તે રિબાઈને મૃત્યુ પામ્યા. રાજમાં કેઈએ તેની પાછળ આંસુનું ટીપું ય ન પાડ્યું.
(૪૧) સિદ્ધિચન્દ્રજી પંન્યાસ બાદશાહ જહાંગીરના સમયમાં ભાનુચનદ્રજી ઉપાધ્યાય તથા સિદ્ધિચન્દ્રજી પંન્યાસ થઈ ગયે. આ પંન્યાસજી અત્યંત રૂપાળા હતા. આથી જ બાદશાહના કુટુંબીજનોને હંમેશ ધર્મદેશના દેવા જતાં શાહજાદી તેમની ઉપર મહાઈ પડી. પંન્યાસજી સાથે જ લગ્ન કરવાને પોતાને નિર્ધાર તેણીએ જાહેર કરી દીધો. બાદશાહે લાગ જોઈને એક વાર પંન્યાસજીને જણાવ્યું કે તેમણે મુનિ-જીવનના કઠેર માર્ગે ચાલીને જીવનને બરબાદ કરવું ન જોઈએ. એ કરતાં સંસારી બની જવું. શાહજાદી સાથે લગ્ન કરવું વગેરે....”
આ સાંભળતાં જ પંન્યાસજી અકળાઈ ગયા. એની સામે બાદશાહ પણ આવેશમાં આવી ગયા. પંન્યાસજીએ સ્પષ્ટ સુણાવી દીધું કે, આખું રાજ મળે તે ય ગુરુદેવે આપેલું સંયમ ત્યાગવાને તે ધરાર લાચાર છે.
આ સાંભળતાં જ બાદશાહ જહાંગીરે તેમને હદપાર કરવાને હકમ જાહેર કર્યો. ભારે ખુમારીથી પંન્યાસજીએ આગ્રાથી વિહાર કર્યો. દૂર દૂરના દેશમાં માલપુરા ચાલ્યા ગયા. કેટલાક મહિનાઓ બાદ બાદશાહને ખૂબ પસ્તાવો
Iક વ
નાના