________________
૧૦૬
મુનિજીવનની બાળપોથી-૩ છે. એવાને કણ સારથિ કહે કે જે સારા-સીધા ઘડાઓને દમે? હા, વક-તોફાની દુષ્ટ ઘેડાને સરળ અને શાન્ત બનાવે તેને લેક–અશ્વપાલક (સારથિ) કહે છે. વળી જે પહેલાં આદરપૂર્વક દીક્ષા આપીને પાછળથી સૂત્રોક્ત વચનાનુસાર તેનું પાલન કરતું નથી તે ગુરુને શાસન શત્રુ કહ્યો છે. શિષ્યને શાસ્ત્ર-રહ નહિ સમજાવવાથી શાસ્ત્ર-વિરુદ્ધ વર્તન કરનારા શિષ્ય ઉભય લેકમાં જે અનર્થ પામે તે બધા ય ગુરુના નિમિત્તે સમજવા.
અતિહાસિક કથાઓ (૩૯) સાધુઓ જે તે વાતમાં ન પડે: વસ્તુપાળના સમયની આ વાત છે. તે વખતે શત્રુજ્યતીર્થમાં દેવદ્રવ્યના વહીવટ સંબંધમાં “કાંઈક ગરબડ થઈ હતી. ઘણી મથામણુના અંતે આચાર્ય ભગવંત એક શિષ્યને તે વ્યવસ્થા માટે શત્રુંજય મેકલ્યા હતા. કમનસીબે સંપત્તિને વહીવટ કરવા જતા તે સાધુ જીવનભ્રષ્ટ થયા. ત્યારથી તે આચાર્ય ભગવંતે નિર્ણય કર્યો કે, “હવે પછી કોઈ પણ સાધુને વહીવટી બાબતમાં સીધા ઉતારવા નહિ.”
(૪૦) અજયપાળનું કરુણ મોત : ગૂર્જરેશ્વર કુમારપાળ પછી અજયપાળે ત્રણ વર્ષ સુધી શાસન કર્યું. જૈનધર્મ ઉપર તે એણે કાળો કેર વર્તાવ્યું. અનેક જન મંદિરો અને મૂર્તિઓને ભાંગી નાખ્યાં. સાધુઓને ખૂબ સતાવ્યા.
આ ઉગ્ર પાપનું ફળ એને કૂતરાથી ય ભૂંડા કમતમાં આવ્યું.