________________
પાઠ : ૫
પ્રશસ્તનું અપ્રશસ્તમાં રૂપાંતર મુનિ એટલે જ મોક્ષભાવ પામવાની તાલાવેલી વાળે. આત્મા. તેના જીવનના બધા યોગ પ્રશસ્ત જ હોવા ઘટે. મિથ્યાત્વ અને અવિરતિને તે તે ત્યાગી જ હોય, પરંતુ કર્મબંધના બીજા બે હેતુઓ કષાય અને વેગ છે. તેનું તે સેવન કરે તે પણ તે પ્રશસ્તના રૂપમાં જ હોય. અર્થાત્ મુનિના લેભ, ક્રોધ, માન એ કષાયોને સેવવાની જરૂર પડે તે તે બધા કષાયે પ્રશસ્ત જ હોવા ઘટે અને મન, વચન અને કાયાના વેગો પણ તેવી જ રીતે પ્રશસ્ત હવા ઘટે.
પણ ક્યારેક કોઈ પ્રશસ્તને અપ્રશસ્તમાં ફેરવાઈ જતાં વાર લાગતી નથી. એવા કેટલાય પ્રશસ્ત પદાર્થો છે જે અપ્રશસ્ત બની જતાં હોય છે, જેની ખબર સૂફમદષ્ટિ વિના મુનિઓને પણ પડતી નથી.
સહુથી વધુ જોખમી ચાર પ્રશસ્ત પદાર્થો છે. (૧) એક-બીજાને પમાડવાની બુદ્ધિથી થતાં જિનભક્તિ મહો
ત્ય, ઉપધાન, ઉજમણું કે પૅરી પલિત સંઘે (૨) ગણિ વગેરે પદવીઓ (૩) શિષ્ય દીક્ષાઓ (૮) વ્યાખ્યાન.