________________
મુનિજીવનની બાળપોથી-૩
૭૫ અન્ય સહાયથી તે તે વિનયાદિ વેગમાં પ્રવૃત્તિ કરતા ગચ્છવાસી સાધુને નિયમો મોક્ષપદને સાધક કહ્યો છે.
ગચ્છમાં થતી (ક્ષતિઓની) સ્મારણ, વારણ વગેરે ગુણકારક યોગોથી કંટાળીને ગછને છેડી દેનારા સાધુઓને જ્ઞાનાદિ ગુણોની હાનિ થાય છે. શ્રી ઓઘનિર્યુક્તિ (૧૧૬૧૧૭)માં કહ્યું છે કે “જેમ સં છુ માછલાં સમુદ્રના સંક્ષેભને સહન નહિ કરતાં બહાર નીકળી જાય તે નીકળતાંની સાથે જ વિનાશ પામે તેમ ગચ્છરૂપી સમુદ્રમાંથી સ્મારણાદિથી કંટાળીને નીકળી જતા સાધુઓ એકલા ફરીને નાશ પામે છે. - શ્રીપંચવસ્તુ (૭૦૦)માં કહ્યું છે કે જે ગરછમાં (ક્ષતિની) મારણું વગેરે ન થતા હોય તે ગ૭ પણ હિતાર્થીએ છેડી દેવો જોઈએ. અહિત થવાના કારણે જેમ જ્ઞાતિવર્ગને ત્યજી દેવામાં આવે છે તેમ સ્મારણાદિ વિનાના ગછનો પણ સાધુએ ત્યાગ કરી દેવું જોઈએ. કેમકે વસ્તુતઃ તે ગચ્છ. જ નથી. હા, આ પણ ગ૭ ત્યારે જ છેડી દેવું જોઈએ જ્યારે બીજા કેઈ સુવિહિત ગ૭માં આશ્રય મળે. અન્યથા. તે ગચ્છ છોડીને એકલા વિચરવું નહિ.
શ્રી ઉપદેશપદ (૮૪૧)માં કહ્યું છે કે અગીતાર્થ તથા ગીતાએ પણ બીજા અગીતાર્યાદિ જ્યાં હોય ત્યાં દુષ્કાળાદિના કારણે રહી શકાય તેમ ન હોય ત્યારે પાર્શ્વસ્થ (શિથિલાચારી પાપસાધુ) વગેરે જ્યાં હોય તે ક્ષેત્રમાં જઈને પણ ચારિત્રપરિણામને હાનિ ન પહોંચે તેમ તે પાર્થસ્થાદિને “વાણીથી.