________________
મુનિજીવનની બાળપેાથી-૩
(૩૬) દૃઢપ્રહારી : જેણે હજી હમણાં જ ચાર હત્યા— બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ખાળહત્યા અને ગેાહત્યાકરી નાખી હતી એ દૃઢપ્રહારી સગર્ભા સ્ત્રીના ચીરાઈ ગએલા પેટમાંથી બહાર નીકળી ગએલા ગના યાતનાભરપૂર તરફડાટને ન જોઈ શકયો. તે વન તરફ ભાગ્યા. પેાતાનાં પાપે ઉપર તેને ભારે ધિક્કાર પેદા થયેા, તેને આવા પાપી જીવનને અન્ત લાવી દેવાના વિચાર આવી ગયા.
૭
તેટલામાં જ તેને તે વનમાં કેઈ મુનિરાજ મળી ગયા. તેણે સવાલ કર્યાં, “હું સાધુ! તમે જ કહેા કે મારી પાપી જાતને મારી નાખું તે કેમ ? ”
મુનિએ કહ્યું, “ ભાઇ ! હિંસાનાં પાપેા માટે વળી પાછી તારી જાતની હિંસા? ના....મેશના કાળા પાણીથી મેલું વસ્ત્ર શી રીતે શુદ્ધ થાય ? ઘી ખાવાથી તે અજીના નાશ થતા હશે ? હવે તે ઉપાય એક જ છે; સંસારથી વિરક્ત બનીને સાચેા સાધુ થા. તારાં પાપાને તપ કરીને ધોઈ નાંખ.”
અને.... તરત જ વિરક્ત દૃઢપ્રહારી સાધુ બની ગયા. તેણે પ્રતિજ્ઞા કરી કે, “જે દિવસે કાઈ પણ પાપ યાદ આવે તે દિવસે નિર્જલ ઊપવાસ કરવા.
વળી આ જ—મારા હત્યારા—પ્રદેશમાં મારે રહેવું. આથી અહીંના લેાકેા મને ખૂબ મારપીટ કરે, એથી મારાં ખૂબ કર્માનેા નાશ થાય.
७