________________
vv
-
~
~~~
~
~
~
~
મુનિજીવનની બાળપેથી-૩
૯૯ મહાત્મા પાસે ગયે પણ પ્રાયશ્ચિત્તની વાત બાજુ ઉપર રહી ગઈ અને ત્યાં પણ તે મહાત્મા સાથે ટકરાયે.
એ વખતે ભારે આવેશમાં તેણે લોકપ્રિય મત સ્થાપવાનો વિચાર કર્યો. એ જ વખતે આકાશમાંથી વીજળી પડી. ઈશ્વર તત્કાળ મરી ગયે; સાતમી નારકે ગયે.
ગુરુદ્રોહ, લોકપ્રિય મત વગેરે બાબતોએ ગોશાલકના ભાવમાં એ આત્માને પૂરેપૂરો ઘેરી લીધું હતું.
(૩૮) શેડુવક કૌશામ્બી નગરીમાં શેડુવક નામનો કઈ અતિ ગરીબ કુલપુત્ર હતા. એકદા ભમતાં ભમતાં તેણે અનેક સામન્ત, મંત્રીઓ, શેઠીઆઓ અને બંનેની આગળ ચાલતાં ચંદનબાળાજી સાધ્વીજીને જોયાં. એમના મેં ઉપરનું ચારિત્ર્યનું અને તપનું તેજ જોઈને જ શેડુવક ઠરી ગયે. તેણે કોઈને પૂછીને સઘળી વિગત જાણી લીધી.
તેના સનસીબે ચંદનબાળાજીની નજર એકાએક તેની ઉપર પડી. તેને મુખ ઉપરના અતિ ભદ્રક ભાવ જોઈને તેમને તે લઘુકમ આત્મા જણાય. કોઈ શ્રાવકને તેમણે સૂચવ્યું કે આ આત્માની ભક્તિ કરવા એગ્ય છે.
શ્રાવકની અનુપમ ભક્તિથી શેડુવક અત્યંત પ્રસન્ન થઈ ગયે. એના અધ્યવસાયે અતિ ઉગ્ર બની ગયા. તેણે ચંદનબાળાજીની પાસેથી હિતશિક્ષા અને માર્ગદર્શન મેળવ્યું. તે રીતે કઈ જ્ઞાની ભગવંત પાસે પરમેશ્વરી દીક્ષા લીધી.
પોતાના નવા જન્મના દાતા–માતા-ચંદનબાળાજી