________________
૧૦૦
મુનિજીવનની બાળપેથી–૩ છે!” એથી શેડુવક મુનિ બનીને બે સાધુઓ સાથે–ગુર્વાજ્ઞાપૂર્વક–તેમની પાસે ગયા. વિશિષ્ટ સમજણના અભાવે શેડુવક મુનિ ચંદનબાળાજીના પગે પડવા લાગ્યા કે તરત જ તેમ કરતા અટકાવીને તેમણે કહ્યું, “મુનિવર ! આમ ન થાય. હવે તે અમારે તમને વંદન કરવાનું છે.” આટલું કહીને નુતન મુનિ-જીવનને ખૂબ સુંદર રીતે, દઢતાથી આરાધવાની પ્રેરણા કરી. શેડુવક મુનિએ અભુત આરાધના કરીને આત્મ-કલ્યાણ આરાધ્યું.