________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૦૩ તેને બદલે લેકે તપને ગાળો આપે છે. પારણામાં એવી અક્ષમ્ય કટિની ભૂલ થઈ જાય છે કે, ઉપવાસનું જે પરિણામ મેળવવું હોય તે મેળવી શકાતું નથી. પારણામાં દૂધની સાથે મગ લેવાય, વધુ પ્રમાણમાં ઘી લેવું, સૂઠ વિ. વધુ પ્રમાણમાં વાપરવા, શીરો વાપરે. આ બધા કારણસર સામાન્યરીતે પારણું બગડતું હોય છે. જે ઉપરોક્ત ચાર બાબતે સાથે ઉપવાસ થાય તે તે ઉપવાસના અગણિત લાભ પ્રાપ્ત થાય.
સીધા લાભ શરીરને પ્રાપ્ત થાય. પરંપરાએ ચિત્તને અને આત્માને પ્રાપ્ત થાય તેમાંના કેટલાક અહીં જણાવું છું.
૧ ઝાડા, પેશાબની હાજતે લગભગ બંધ થઈ જાય. ૨ ખાવા પીવાની સમયની બરબાદી બંધ થાય. ૩ વાત્ વિગેરે દેશે વિષમ બન્યા હોય તે સમ
થઈ જાય. ૪ જઠરાગ્નિ પ્રદિપ્ત થવાથી રોગે બળવા માંડે. ૫ સઘળા ય રોગોનું મૂળ જે આગ છે તે પાકવા લાગે. ૬ શરીરને પૂરતો આરામ મળે. ખાવાનું પચાવવામાં
વેડફાઈ જતી જઠરાન્ત શક્તિઓ બચી જાય અને
તેને ઉપયોગ પ્રશસ્ત ચિંતનમાં થવા લાગે. ૭ એલોપથી દવાથી શરીરમાં ભેગું થયેલું ઝેર ઓછું
થવા લાગે. ૮ વહેલા ઊઠી શકાય અને ઊઠયા પછી જપ કરવાની
મઝા આવે.