________________
૧૦૨
મુનિજીવનની બાળપોથી-૩
સાતે ધાતુને શાન્ત કરવા માટે ઉપવાસ જેવું જગતમાં ખીજું કોઈ કામયાબ ઔષધ નથી.
વિગઈ એ તે। અલબત્ત, શત્રુનું ઘર છે. ત્યાં પગ પણ ન મૂકાય, તેના પડછાયેા પણ ન લેવાય પરંતુ વિગઈ આના ત્યાગરૂપ જે આયખિલ છે તે મિત્રનું ઘર છે. મિત્રના ઘરમાં પૂરી સ્વતંત્રતાથી રહી શકાય નહિ. પુરી સ્વતંત્રતાથી રહેવા માટે માલિકીના ઘરમાં જ રહેવુ પડે. માલિકીનું ઘર એ ઉપવાસ છે. ઘણી બધી પરત વ્રતાએ અગવડા ઉપવાસમાં ખતમ થઈ જાય છે; ઘણી બધી સ્વતંત્રતાઓ-સગવડો ઉપવાસમાં પ્રાપ્ત થાય છે.
પણ, સબૂર ! ઉપવાસને જો સારી રીતે સફળ બનાવવે હાય તેા ચાર વાતેા ધ્યાનમાં રાખવી પડશે.
૧ ઉપવાસ ચેાવિહાર સાથે કરા. ૨ ઉપવાસમાં મૌન રાખેા.
જશે.
૩ ચિત્તની પ્રસન્નતા પૂર બહારમાં ચલાવે! અને ૪ પારણામાં પૂરી સાવધાની રાખે.
નિર્જળ ઉપવાસથી જઠરના અગ્નિ જોરમાં પ્રગટ થશે અને તેથી ઘણા રાગેા મળી જશે.
મૌનથી શક્તિને સંચય થશે.
ચિત્તની પ્રસન્નતાથી ઉપવાસનું જોર અનેકગણું થઈ
સૌથી વધુ ગંભીર ખાબત પારણાની છે. જેનું પારણું બગડ્યું તેને ઉપવાસ બગડડ્યો. સજા પારણાને થવી જોઈએ.