________________
८८
મુનિજીવનની બાળપોથી-૩
ખરેખર એમ જ થયું. ભિક્ષાર્થે જતાં આ મુનિને પોતાના કેઈ ને કઈ સ્વજનાદિને હત્યારો કહીને લેક ખૂબ મારતા; ઢેરની જેમ મારતા.
આ રીતે પાપનું સ્મરણ થતાં જ મુનિ ભિક્ષાથી પાછા ફરતા, ઉપવાસ કરી લેતા. આમ હંમેશ ઉપવાસ જ થવા લાગ્યા.
ભારે સમતા, મારપીટ કરનારાઓ ઉપર પણ “મારા મહેપકારી તરીકેની બુદ્ધિ અને ઘેર ઉપસર્ગને સહન કરતાં મુનિવર છ માસમાં જ કેવલ્ય પામી ગયા.
(૩૭) ગોશાલકને પૂર્વભવ-ઈશ્વરઃ ગોશાલકને જીવ પૂર્વના એક ભવમાં “ઈશ્વર” નામે એક માણસ હતો. તે ભવમાં તેણે ગુરુદ્રોહના સંસ્કારને આત્મામાં સ્થિર કર્યો હતો. ભરતક્ષેત્રની કોઈ ચોવીસીમાં ઉદાય નામના તીર્થંકરદેવ થયા હતા. તેમના નિર્વાણને મહત્સવ કરવા માટે દેવો આ ધરતી ઉપર આવ્યા હતા. તેમને જોઈને પુણ્યાત્માને જાતિ
સ્મરણ જ્ઞાન થયું. આગળ વધીને તે પ્રત્યેકબુદ્ધ મહાત્મા થયા.
એક વાર ઈશ્વરે આ મહાત્માને “નગુરા” કહીને તિરસ્કાર્યા હતા.
' વળી એક વાર પૃથ્વીકાય અંગેની પ્રરુપણ સંબંધમાં ઈશ્વરે વદાય-જિનના ગણધર ભગવંત સાથે પણ દ્વેષભરી ટક્કર લીધી હતી. પણ પછી પોતાને જ તેને પશ્ચાત્તાપ થયું હતું. તેનું પ્રાયશ્ચિત્ત કરવા માટે ઈશ્વર પ્રત્યેકબુદ્ધ