________________
પાઠ : ૬
હવે શ્રમણ-શ્રમણીએ વધુ ઊંચે જવું પડશે :
જેઓ શાસ્ત્રોક્ત પદ્ધતિનું સંયમ પાલન કરી રહ્યાં છે અને જેટલા અંશમાં નથી કરી શકતા તેના કટ્ટર પક્ષપાતી છે. એવા સાચા સાધુઓનું સ્વકલ્યાણ સાત-આઠ સવમાં નિશ્ચિત થઈ જાય છે.
પરંતુ તેથી શું થઈ ગયું ? જગતના અનંતાનંત જીવો, જેમની અંદર શિવપદ પડેલું છે, તેમનું અનંતકાળ સુધી થનારું અધઃપતન તેમનું શું? શું તેમના માટે સાચા શ્રમણ-શ્રમણીઓની ભાવના પણ ન હોય.? હા, એમના માટે પણ સ્વકલ્યાણને નિશ્ચિત કરી ચૂકેલા શ્રમણ-શ્રમણીઓ એ વિચારવું તે પડશે જ. | મુંબઈમાં ભિખારીઓની સંસ્થા છે, જ્યાં જન્મતાની સાથે જ માતા આંધળા કરી નાંખે છે, તેમના પગ વિગેરે કાપી નાખે છે. કેમ કે ભિખારણ મા જાણે છે કે, દેખતાં અને પગવાળા પ્રત્યે આજને સુખી ગણાત વર્ગ દયા બતાવનાર નથી. હજી કદાચ આંધળા, અપંગને જઈ કઠોર સુખી ગણાતા વર્ગને દયા પેદા થાય તો તે સંભવિત છે. સુખી વર્ગ વધુ ને વધુ કઠોર બને છે ! સંસારી વર્ગ વધુ ને વધુ નઠેર બને છે! તેવા સમયમાં સાધુ-સાધ્વીજીઓની