________________
૯૩
મુનિજીવનની બાળપેાથી-૩
સમીપમાં (ઍ) આવીને જે થાય (દૂરથી ન થાય) તેને ઉપસગ કહેવાય. ચેગશાસ્ત્રના ૩જા પ્રકાશમાં (૧૫૩– મી ગાથાની ટીકામાં) આ અંગે જે કહ્યું છે તે જ અહી વિચારીએ.
દેવથી-મનુષ્યથી-તિય ચથી અને-પેાતાનાથી એમ ૪ પ્રકારના ઉપસગેર્યાં છે. હાસ્યથી-દ્વેષથી-રાષથી અને એ ત્રણેયના મિશ્રણથી એમ દેવી ઉપસર્ગ ૪ પ્રકારે થાય છે.
હાસ્યથી-દ્વેષથી રાષથી-દુરાચારીની સેાબતથી મનુષ્યકૃત ઉપસર્ગ ૪ પ્રકારે છે.
ભયથી-ક્રોધથી-આહાર મેળવવા અને બચ્ચાના રક્ષણ માટે પ્રતિય ચ તરફથી ૪ પ્રકારે ઉપસર્ગ થાય.
અને સ્વયં અથડાવું, થંભવું, વળગી પડવુ તથા પડતું મૂકવું એ ૪ પ્રકારે સ્વયં ઉપસર્ગ થાય.
અથવા વાત-પિત્ત-કફ્ અને ત્રિદોષ (સન્નિપાત)થી સ્વકૃત ઉપ.ના ૪ પ્રકાર થાય.
આ ૧૬ ય પ્રકારના ઉપસર્ગને સમતાથી સહુવા એ સાપેક્ષ યતિધમ છે.
* સાપેક્ષ યતિધર્માનું નવમું કઈ વ્ય : પરિષય :
મેાક્ષમાગ માં સ્થિર થવા માટે કનિર્જરા માટે જે પુનઃ પુનઃ સહેવામાં આવે તે પરિષહ કહેવાય.
આવા પરિષહના ૨૨ પ્રકાર છે. તેનેા જય (એટલે પરાભવ) કરવા તે સાપેક્ષ યતિમ છે.