________________
મુનિજીવનની બાળથી-૩ માં કામ કરીને થાકેલા હાથીને તે ઉદ્યાનમાં આરામ આપવા માટે બાંધવામાં આવ્યું હતું.
હાથીની નજર સતત તે મુનિઓની જીવનચર્યા તરફ રહેવા લાગી. મુનિઓના જીવનનું પ્રધાનકાર્ય જીવદયા હતું. એ જોઈને હાથીના પરિણામ જીવદયામય થઈ ગયા.
જ્યારે તેને ફરી યુદ્ધભૂમિ ઉપર લઈ જવામાં આવ્યા. ત્યારે તે લડવા માટે જરાય સજ્જ ન થતાં સહુને આશ્ચર્ય થયું. કેઈ નિવૃત્ત વૃદ્ધ મહાવતે સલાહ આપી કે, તેની સામે હાથીઓને ગોઠવીને કૃત્રિમ લડાઈ કરાવે. તે જોવાથી તેને પિરસ ચડશે અને ફરી તે લડવા લાગશે.
ખરેખર તેમ જ થયું.
(૩૦) ઉપબૃહણા ચૂકશે નહીં. એ હતા, મહાન જૈનાચાર્ય-રૂક. એમના ચાર શિષ્ય. જબરા શાસન પ્રભાવક હતા. એક વાર ચારેય શિષ્ય ચાતુર્માસનાં ભિન્ન ભિન્ન સ્થળમાં ભારે મટી શાસનપ્રભાવના કરીને ગુરુદેવ પાસે પાછા ફર્યા ત્યારે ગુરુદેશે તેમને કેઈ ને જરાય સન્માન્યા નહિ. તમે સુંદર કાર્ય કરી આવ્યા. એટલા પ્રશંસાના બે શબ્દો પણ કીધા નહિ. આથી ચારેય શિષ્યને ઉત્સાહ તૂટી પડ્યો. તેમણે કાયમ માટે શાસનપ્રભાવક આરાધનાઓ છોડી દીધી.
આથી ગુરુ અને તમામ શિવે દુર્ગતિમાં ગયા.