________________
મુનિજીવનની બાળપેથી-૩ વર્ગણાનો ક્ષય કરવામાં મને અસાધારણ સાથ આપી રહ્યું છે. એ કંઈ મારી આપત્તિ નથી. પણ પરમ–સંપત્તિ છે. એને દૂર કરાય જ નહિ.
માટે તું શાંતિથી અહીંથી રવાના થઈ જા”
અને.... મહાત્માની મહામસ્તીને વિચાર કરતે; વંદન કરતે દેવાત્મા ત્યાંથી વિદાય થઈ ગયે.
(૨૭) ગેવિંદમુનિ: મહાન જૈનાચાર્ય શ્રી ગુપ્તસૂરિજી તેઓ જમ્બર વાદી હતા. તેમની વાદ-ખ્યાતિથી ગોવિંદ નામને વાદી ઈર્ષાથી જલતે હતું. તેણે જૈન ધર્મશાસ્ત્રોને સાંગોપાંગ અભ્યાસ કરવા માટે વારંવાર જેની દીક્ષા લીધી, વારંવાર દીક્ષા છોડીને શ્રીગુણ આચાર્ય સાથે વાદ કર્યો. દરેક વખતે હાર પામ્યું.
ફરી કોઈ દૂરના પ્રદેશમાં દીક્ષા લઈને ફરી જોરદાર શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. એમાં એક વાર વનસ્પતિ આદિમાં જીવતત્ત્વની સિદ્ધિ કરતા શાસ્ત્રને ભણવા લાગે. વસિદ્ધિના તર્કો એટલા બધા સચોટ હતા કે બીજે દિવસે જ્યારે તે ગોવિંદમુનિ શૌચાદિ માટે બહાર નીકળ્યા ત્યારે વૃક્ષે વગેરેમાં તેમને સાક્ષાત્ જીવ—તત્ત્વ દેખાતું હોય તેવી પ્રતીતિ થવા લાગી.
આવા મહાન ધર્મશાસ્ત્રોનું અધ્યયન તે ધર્મશાસ્ત્રોની ભૂલે શોધવા માટે હું કરી રહ્યો છું ! ધિક્કાર છે, મને !” ગોવિદમુનિનું અંતર બેલવા લાગ્યું.
ગુરુ પાસે જઈને સઘળી વાત કરી અને પ્રાયશ્ચિત્ત