________________
૮૪
મુનિજીવનની બાળપોથી-૩
વર્ણન સાંભળ્યું અને દેવેન્દ્ર તેમની જ્ઞાનશક્તિ ઉપર આફ્રીન પુકારી ગયા. ત્યારબાદ દેવેન્દ્ર પોતાની હસ્તરેખા તેમને બતાડી હતી. જે જોઈને તે વૈમાનિક દેવલોકને દેવાત્મા છે તેમ કહ્યું હતું. તે સમયે મુનિઓ ભિક્ષાર્થે બહાર નીકળી ગયા હતા એટલે તેઓ પાછા ફરે ત્યાં સુધી રેકાઈ જવાનું અને દેવાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ તે શિષ્યમુનિઓને દેખાડવાનું સૂરિજીએ દેવેન્દ્રને કહ્યું. ત્યારે દેવેન્ટે કહ્યું, “ગુરુદેવ! તેમ કરવું મને ઠીક લાગતું નથી. મારા તેજસ્વી અને વૈભવી રૂપના દર્શને કોઈક મહાત્માને આવા ભૌતિક સુખને ભેગવટો કરવા માટે ઇચ્છા જાગી જાય તે સંભવિત છે.” સૂરજ તેની વાતમાં સંમત થતાં, છેવટે દેવાત્મા આવ્યાની સાક્ષીરૂપે પ્રવેશદ્વાર બદલીને દેવેન્દ્ર વિદાય થયા હતા.
(૨૫) દ્વવ્યચારિત્ર ઉપર સુબંધુનું દષ્ટાન્ત
પિતાના પ્રતિસ્પધી સુબધુ મંત્રીની મહત્વાકાંક્ષાને ખ્યાલ કરી લઈને મહામંત્રી ચાણકયે સંસારથી વિરક્ત થઈને દિક્ષા લીધી હતી. મહામંત્રી બનીને સુબંધુએ કપટ કરીને ચાણક્ય મુનિને સળગાવી માર્યા હતા. મુનિવર ભારે સમાધિથી કાળધર્મ પામ્યા હતા. પછી સુબધુએ ચાણક્યના મહેલને કબજે લઈને બધું જ ફેંદી નાખ્યું. કેમ કે કઈ અતિ મૂલ્યવાન, અલૌકિક વસ્તુ તેમાંથી પ્રાપ્ત થવાની તેની કલ્પના હતી.
છેવટે તેણે તીજોરી ખેલી. તેમાંથી સુગંધિત વસ્તુ