________________
મુનિજીવનની બાળપોથી-૩
(મતાંતરે આલેચના પણ કરી નથી.)
પ્ર. પ્રતિપક્ષી અધ્યવથી જ અતિચારશુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત્ત વ્યવહાર નિરર્થક ગણવો?
ઉ, ના. જ્યાં માત્ર પ્રાયશ્ચિત્ત બળવાન અશુદ્ધિને દૂર કરી ન શકે ત્યાં પ્રતિપક્ષી બળવાન અધ્યવસાયપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ એટલે પ્રાયશ્ચિત્તની નિરર્થકતા તે રહેતી જ નથી. કર્મ જનિત જડતાથી અનેક નિર્બળ અતિચારો લાગે તેને તેટલા જ બળવાળા તુલ્ય ગુણ-પ્રતિપક્ષી અધ્યવસાયપૂર્વકનું પ્રાયશ્ચિત્ત ટાળી દે અને એક પણ બળવાન (અધિક ગુણ) અધ્યવસાય ઘણું અતિચારની અશુદ્ધિને પણ ખતમ કરી શકે છે.
પ્ર. માનસિક વિકાર વિશુદ્ધિબળથી ટળી જાય તે વાત માનીએ પણ કાયિક દુષ્ટ પ્રવૃત્તિ વિશુદ્ધિબળથી કેમ ટળી શકે?
ઉ. સંજ્વલન કષાયના ઉદયથી મુનિને લાગતા. અતિચારો પણ માનસિક વિકારરૂપ જ છે અને દ્રવ્યઅતિચાર રૂપ કાયિક દુષ્ટ પ્રવૃત્તિ તે જડ છે. તે છેડી જ ભાવશુદ્ધિથી ટળી શકે છે.
આ રીતે અર્થપદ ચિન્તન કરવું જોઈએ, વિશેષતાથીએ ઉપદેશપદાદિ ગ્રન્થ જોઈ લેવા.
* યતિધર્મનું શું કર્તવ્ય : વિહાર- ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરે.