________________
७४
મુનિજીવનની બાળપોથી-૩
રીતે સ્વશાસન જ માતબર બનાવાતું હોય તે તે વ્યાખ્યાને પ્રશસ્તમાંથી અપ્રશસ્તમાં રૂપાંતરિત નથી થતાં શું?
કેઈ પણ પ્રશસ્ત યોગ હોય તેનું શાસ્ત્રીયમાન્ય રીતે પાચન થાય તે જ તે પ્રશસ્ત રહે; નહિ તે તેને ઉથલી પડીને અપ્રશસ્ત બની જતાં કાચી સેકન્ડની પણ વાર લાગનાર નથી.
ત્યાગનું પાચન થાય તે વૈરાગ્ય પેદા કરે, અજીર્ણ થાય તે રાગમાં પલટાઈ જાય. ભક્તિનું જે પાચન થાય તે સમાધિ આપે પણ અજીર્ણ તે ઘેલછા જ પેદા કરે. સમાધિનું પાચન વિશુદ્ધિ પેદા કરે પણ તેનું અજીર્ણ પાગલપણું પેદા કરે. ત્યાગનું પાચન શુદ્ધિઓ પેદા કરે પણ તેનું અજીર્ણ કારમો દંભ પેદા કરે.
કઈ પણ ગ, તેનું જે તે પાચન થાય તે જ તે કામનું. અજીર્ણ થાય તે તેની શી કિંમત? દૂધનું જ લેહી જ ન થાય પરંતુ ઝાડા કે કબજિયાત થવાના હોય તે આપણે તે વિચારવાનું જ રહે!
શાસ્ત્રવિચાર [૫] સાપેક્ષ યતિધર્મનાં કેટલાંક આવશ્યક કર્તવ્યો
(૧) યતિધર્મનું પ્રથમ કર્તવ્ય : ગચ્છવાસ: ગચ્છમાં રહેવાથી અધિક ગુણ સાધુઓને વિનય કરી શકાય. પોતે પણ બીજા નવદીક્ષિત વગેરેને વિનયનું કારણ બને, વિધિ વગેરેનું ઉલ્લંઘન કરતા સાધુઓને અવિધિથી રોકી શકાય,