________________
७०
મુનિજીવનની બાળપોથી-૩
પદવી આપી હતી. પિતાને મુનિગણ આચારમાં શિથિલ ન બને તે માટે તેમણે સેળ ગંભીર શ્રાવકેની શ્રમણોપાસક સમિતિમાં જગદેવ નામના કવિ અધ્યક્ષપદે હતા. કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીએ આ જગદેવને તેની બાળવયમાં જ “બાલકવિ'નું બિરૂદ આપ્યું હતું. આચાર્ય ધર્મઘોષસૂરિજી વર્તમાન શાસનના અઢારમા નંબરના યુગપ્રધાન આચાર્ય હતા.
(૨૨) શાસનપ્રભાવક કેણુ? જનાચાર્ય જિનપ્રભસૂરિજી મહાન શાસનપ્રભાવક હતા. તેઓનો જીવનકાળ વિ. સં. ૧૩૧૮ થી ૧૩૯૦ને હતો. તેમની પાસે અનેક વિદ્યાસિદ્ધિઓ હતી. આથી તેમને સમકાલીન રાજા મહમદ તઘલખ જૈન ધર્મ પ્રત્યે ઠીક ઠીક આકર્ષાયે હતો.
એકદા મહાસંગી આચાર્ય ભગવંતશ્રી સોમપ્રભ સૂરિજી સાથે આચાર્યશ્રી જિનપ્રભસૂરિજીનું મિલન થયું.
આચાર્યશ્રી સમપ્રભસૂરિજી જિનપ્રભસૂરિજી મહારાજાની શાસનપ્રભાવક્તાની ભારે અનુમોદના કરી, ત્યારે આચાર્યશ્રી જિનપ્રભસૂરિજીએ તેમને કહ્યું, મારી શાસનપ્રભાવકતાની પાછળ મારે કઈ કઈ વાતે – વિધાસિદ્ધિના વિષયમાં – થોડી છૂટછાટ લેવી પડી છે માટે હું સાચે શાસનપ્રભાવક નથી. ખરા શાસનપ્રભાવક તે આપે છે કે જે પૂરેપૂરું શાસ્ત્ર-નીતિનું જીવન જીવી રહ્યા છે અને અને કને એવા સંયમભરપૂર જીવનના આગ્રહી બનાવી રહ્યા છે.”