________________
૬૬
મુનિજીવનની બાળપોથી-૩
રહિત હોવા માત્રથી તે ગુરુ ગુણરહિત ન કહેવાય. આ વિષયમાં ચડેદ્રાચાર્યનું દૃષ્ટાંત જાણવું. તેઓ તથાવિધ કલાયમેહના ઉદયવાળા હોઈને ઉપશમ–ગુણયુક્ત ન હતા. છતાં મહાવ્રતાદિ ગુણોથી યુક્ત હોવાથી ઘણા સંવિગ્ન અને ગીતાર્થ શિષ્યએ પણ તેમને ક્યા ન હતા.
ઉત્તરગુણના અભાવમાં પણ ગુરુને ગુણરહિત કહેવામાં આવે તેમને વર્યું કહેવામાં આવે તો પછી આજે તે ભગવાનના શાસનમાં સર્વગુણસંપન્ન કઈ ગુરુ જ નહિ મળે કેમ કે વર્તમાન શાસન તે બકુશ-કુશીલ સાધુથી જ ચાલવાનું કહ્યું છે અને બકુશ-કુશીલ ચારિત્રમાં તે આંશિક દે નિયમે તે હોય છે એટલે તેવા દોષથી ગુરુ વયે બની શકે નહિ. આ જ કારણે ગાઢ પ્રમાદી એવા પણ શેલક ગુરુની સેવા મહામુનિ પંથકજીએ છેડી ન હતી. ધર્મરત્ન પ્રકરણની ૧૩૧-૧૩ર મી ગાથામાં કહ્યું છે કે, “જે મૂલ ગુણથી યુક્ત હોય તે બીજા અલપ દોષને લીધે ત્યાજ્ય બનતું નથી એટલું જ નહિ પણ તેવા ગુરુની પંથક મુનિજીની જેમ સેવા કરીને તેમને યક્ત આરાધનામાં વાળવા માટે જ શિષ્ય યત્નશીલ બનવું જોઈએ. ગુરુને અનંત ઉપકાર કદી ન વળી શકે પરંતુ આવા પ્રસંગે જ તે ઉપકારનું અણ ફેડવાની તક મળે છે.
ઐતિહાસિક કથાઓ (૧૬) એક ભૂલ સવારે વહેલા મોટેથી સ્વાધ્યાય ન કરી શકાય છતાં કઈ મુનિએ એમાં ભૂલ કરી. એમના