________________
મુનિજીવનની બાળપોથી-૩ વિપરીત ફળની પ્રાપ્તિ છે. આવા સાધુઓ કાગડા જેવા અન્યદર્શનની જેમ જૈન જ નથી. જેમ કાગડો વાવડીનું પવિત્ર પાણી પડતું મૂકીને ગન્દા પાણી તરફ કે મૃગજળ તરફ દોડે છે તેમ આ એકાકી વિહાર કરતા સાધુએ અજ્ઞાનતાથી શુદ્ધ આરાધનાની કલ્પનામાં ભ્રાન્ત થયેલા, જ્ઞાનની વાવડીસમા ઉત્તમગુરુને ત્યાગી મૃગજળ તૃષ્ણાની જેમ એકાંકી ભટકે છે.
એ આત્મા ગમે તેટલા કઠોર તપ-જપ કરીને કાયાને શેષે, અને કોને તારવાની બુદ્ધિથી મોટી સભાઓ ભરે તે પણ તે બધું કાયાકણ રૂપ અને તમાશારૂપ છે, ઉપદેશરહસ્યગ્રન્થમાં કહ્યું છે કે એવી પ્રવૃત્તિથી શાસન-પ્રભાવના થાય છે તેવું કોઈએ માની લેવું નહિ. એવી પ્રવૃત્તિને કઈ પણ ગીતાર્થ કદાપિ વખાણે નહિ કિંતુ વડે કેમકે એમાં ઉન્માર્ગનું જ પિષણ છે.
આ કારણથી જ સ્વ-પર પર્યાયની અપેક્ષાએ એક વસ્તુમાં અનન્ત ધર્મને જાણનારા અનન્તજ્ઞાની ભગવંતે પણ ગુરુકૂલવાસને છોડતા નથી. આ વિષયમાં દશવૈકાલિક સૂત્રમાં (૯ મો અધ્યાય. ૧ લે ઉદેશે ૨૧મી ગાથા) કહ્યું કે, “જેમ અનેક પ્રકારની ઘી વગેરેની આહુતિથી તથા “સ્વાહા” વગેરે મંત્રપદોથી પૂજેલા અગ્નિને યાજ્ઞિકે નમસ્કાર કરે છે. (પૂજે છે.) તેમ અનંતજ્ઞાનીએ પણ આચાર્યની (ગુરુની) સેવા કરવી જોઈએ. અર્થાત્ જ્ઞાન પ્રાપ્ત થવા છતાં ગુરુ-સેવા છોડવી જોઈએ નહિ.”