________________
મુનિજીવનની બાળપોથી-૩
૫૭
મારા પતિ કયારે આવશે?” જ્ઞાની મુનિએ કહ્યું, “આજે જ સાંજે.”
પતિના આગમનને વધાવવા માટે તે સ્ત્રીએ સેળે શણગાર સજ્યા. સાચે જ પતિ સાંજે આવ્યું. પણ શણગારે જોઈને તેને પત્નીના ચારિત્ર્ય બાબતમાં શંકા પડી ગઈ પત્નીએ સઘળી વાત કહી ત્યારે મુનિના જ્ઞાનની ખાતરી કરવા માટે તે ઉપાશ્રયે ગયે અને મુનિને પૂછ્યું, “મારી ઘડીના પેટમાં શું છે?” મુનિએ કહ્યું, “બે બચ્ચાં.”
આ સત્યની ખાતરી કરવા માટે તેને ઘરે જઈને તલવારથી ઘેાડીને ચીરી નાખી. બે બચ્ચાં તરફડતાં નીકળ્યાં તે ખરાં, પરંતુ ત્રણ જીની હત્યા થઈ ગઈ. આ જાણીને આઘાતથી પત્નીએ રાત્રે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો.
તે વાતની મુનિને ખબર પડતાં તેમણે અનશન કરીને જીવન પૂર્ણ કરી દીધું.
સાચી પણ વાત જે તે સમયાદિમાં ન કહેવાય તે બોધપાઠ આ પ્રસંગ આપી જાય છે.
મુનિની ઉતાવળે થયેલી એક ભૂલના પરિણામે પાંચ જ મૃત્યુ પામી ગયા.
(૧૩) અવંતી-સુકુમાલ એ નગરીનું નામ અવંતી હતું. ત્યાં ભદ્રા નામની શેઠાણ હતી. તેને અવંતી–સુકમાલ નામે પુત્ર હતા. ભદ્રા અનેકશઃ મહાત્માઓને વિનંતી કરીને પિતાના બાજુના ઘરે ઉતારે આપતી. એકવાર આર્ય સુહસ્તિ મહારાજા સપરિવાર પધાર્યા. કેઈ રાતે મુનિઓ પાઠ કરતા