________________
પ૬
મુનિજીવનની બાળપથી–૩
તે આત્મા દષ્ટિવિષ સાપ થયો, એ વનમાં બીજા ઘણા સાપ હતા. એમાંના ઘણાખરા પૂર્વભવના સંયમધર્મની વિરાધના કરી ચૂકેલા આત્મા હતા. પણ તેમને આ સાપના ભાવમાં જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, તેથી તેઓ કાર્યોત્સર્ગ વગેરે કરતા હતા. નિર્દોષ અન્ન–પાણી લેતા હતા. તેમની આ સ્થિતિ જોઈને નવા સાપને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાની આંખ સાથે સૂર્યકિરણે મળતાં જ અગ્નિ પ્રગટી જતે અને તે અગ્નિ કેટલાય નિર્દોષ જીવન પ્રાણ હરતે. તેથી આ દષ્ટિવિષ સાપે કરુણાથી પ્રેરાઈને પિતાનું મેં બીલમાં ઘાલી દીધું.
થેડા જ દિવસમાં પાસેના નગરને રાજપુત્ર સર્પદંશથી મૃત્યુ પામતાં રાજા ખૂબ કોધે ભરાયે. એક સાપ દીઠ દસ સેનામહેરનું ઇનામ જાહેર થતાં લોકે પુષ્કળ સાપ મારવા લાગ્યા. એક દિવસ દષ્ટિવિષ સપના બલ પાસે માણસનું ટોળું આવ્યું. તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન નીકળ્યો કેમ કે તેને ભય હતો કે, “રખે મારી આંખોની આગથી કઈ ભડથુ થઈ જાય.”
છેવટે તેને ખેંચતા જઈને અંગે અંગના ટુકડા કરાતા ગયા. ભારે સમાધિથી તીવ્ર વેદના સહન કરીને તે સાપ મર્યો અને તે જ સર્પષી રાજાને ત્યાં નાગદત્ત નામના પુત્ર તરીકે જન્મે.
(૧૨) સાચી પણ વાત જે તે સમયાદિમાં ન કહેવાય. બાર વર્ષ વીતી ગયાં. પતિ ન આવતાં અધીરી અનેલી પત્નીએ, ઘરે ભિક્ષાર્થ આવેલા જૈન મુનિને પૂછયું,