________________
મુનિજીવનની બાળપોથી-૩
ઉ. તેમ કરવાથી સાબિત થાય કે વૈયાવચ્ચે સ્વ-પર ઉપકારક હાવાથી તપના અન્ય પ્રકારે કરતાં વિશેષતાવાળી છે. પ્ર. શ્રમધર્મીમાં ક્રોધનિગ્રહ આવી જાય છે છતાં તેને ભિન્ન કેમ કહ્યો ?
૩૬
ઉ. ઉદયમાં આવેલા ક્રોધાદિને નિગ્રહ કરવા જુદે કહ્યો. ઉદ્વીરિત ધાદિના અનુદયરૂપ ક્ષમાદિ શ્રમધર્મ છે. અથવા ક્ષમાદ્રિ ૧૦ ઉપાદેય અને ક્રોધાદ્વિ ૪ હાય છે માટે એને જુદા કહ્યા.
ઐતિહાસિક કથા
(૫) સવિરતિજીવનની મહત્તા
એક રાજા હતા. પેાતાના નગરની સીમા ઉપર નાનકડા પહાડ હતા. એકદા તે પહાડ ઉપર ચારે બાજુ કિલ્લે અનાવીને તેની અંદર રાજમહેલનું નિર્માણ કરવાને તેને વિચાર આવ્યે.
એક દિવસ કામ શરૂ થયું. જેમ જેમ આસપાસનાં ગામડાંઓમાં આ ચણતરની જાહેરાત ફેલાતી ગઈ તેમ તેમ અનેક ગરીબ લેાકેા આજીવિકા મેળવવા માટે ત્યાં કામ કરવા
આવવા લાગ્યા.