________________
મુનિજીવનની બાળપોથી-૩
૩. નિષદ્યા : સ્ત્રી સાથે એક આસને ન બેસવું તથા બેઠેલા આસને બે ઘડી પણ ન બેસવું. સ્ત્રીએ પુરુષના વાપરેલા આસને ૩ પ્રહર સુધી ન બેસવું.
૪. ઇન્દ્રિયઃ સ્ત્રીની ચક્ષુઆદિ ઇન્દ્રિયો તથા ઉપલક્ષણથી અંગોપાંગ વગેરેને ન જેવાં.
૫. કુડ્ડયન્તર કુહી એટલે ભીત. સ્ત્રીપુરુષની વિકારી વાતે સાંભળી શકાય તેવા ઓરડામાં ભીંતના આંતરે નહિ
બેસવું.
૬. પૂર્વ કીડિતઃ પૂર્વકૃતભેગોને યાદ ન કરવા. ૭. પ્રણીતભેજન : માદક આહાર ન કર. ૮. અતિભેજન: ઋક્ષ પણ અતિ ન ખાવું.
૯. વિભૂષા : સ્નાન–વિલેપન-કેશ-નખ સમારવા વગેરે વિભૂષા કહેવાય. તે બધું શરીરશાભા માટે ન કરવું કેમકે તેનાથી પરને વિકાર જાગવા સંભવ રહે છે એથી સ્વ-પર ઉભયને નુકસાન થાય છે.
(૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે: દ્વાદશ અંગઉપાંગ વગેરે જિનેક્તશ્રુત તે જ જ્ઞાન. તવરૂપ વસ્તુમાં શ્રદ્ધા તે જ દર્શન. અને સાવદ્યવ્યાપારથી નિવૃત્તિ તે જ ચારિત્ર.
(૭) ૧૨ પ્રકારે તપઃ (આગળ કહેવાશે)
(૮) ૪ પ્રકારે ક્રોધાદિ નિગ્રહઃ ક્રોધ, માન, માયા, લેભ એ ચારે ય ઉદયભાવને નિષ્ફળ કર.