________________
મુનિજીવનની બાળપેથી-૩
૩૯
માટે હું આપના હુકમને અમલ કરી શકું છું. પરતુ જૈન મુનિ માટે તે અમલ થઈ ન શકે.
કેમ કે મને ખબર છે કે તેઓ મારા કરતાં પણ વધુ ભારેખમ એ પાંચ મહાવ્રતને ભાર ઊંચકે છે. વળી મને તે ઠીક પડે ત્યારે આરામ લેવું હોય તે-મારા પાંચ પાષાણે બાજુ ઉપર મૂકી શકું છું, જ્યારે આ મુનિએ જીવનની એકાદ પળ માટે પણ મહાવ્રતના ભારને બાજુ ઉપર કદી મૂકતા નથી.
આવા મુનિએ આપણા નિયમમાં અપવાદરૂપ જ રહેશે. રાજાને આ સાંભળીને સંતોષ થઈ ગયે.
(૬) વ્રત ખાતર બલિદાન સુદર્શન શેઠને જયસુંદર અને સેમદત્ત નામના બે પુત્રો હતા. જયવર્ધન શેઠની દીકરીએ-સમશ્રી અને વિજયશ્રી. સાથે તેમનાં લગ્ન થયાં. બંને ઘરજમાઈ બન્યા હતા. એક વાર પિતાજીની ગંભીર માંદગીના સમાચાર સાંભળીને બંને ભાઈઓ ઘરે જવા માટે નીકળી ગયા. પણ તેમના પહોંચતા પહેલાં જ પિતા-સુદર્શનનું મૃત્યુ થઈ ગયું. આના કારમાં આઘાતમાં બંને ભાઈઓને સંસારથી વૈરાગ પેદા થયે અને તેઓએ જ્ઞાની ગુરુ પાસે દીક્ષા લીધી. બંને દીક્ષિત મુનિઓ સ્વાધ્યાયતત્પર અને અપ્રમત્ત જીવન જીવતા હતા. એકદા જયસુંદર મુનિ વિહાર કરતાં સંસારીપણાના સાસરાના ગામમાં જ ચડ્યા. ભિક્ષા લેવાઈ જતાં સાસરીઆના ઘરે ગયા.