________________
મુનિજીવનની બાળપોથી-૩
ચિત્ત નારીમાં ચલાયમાન થયું. તેણે તે વિદ્યાધર જેવાં સુખ પામવાનું નિયાણું કર્યું. તેમ જ થયું. જન્માંતરે અનેક રૂપરમણીઓ તેનામાં કામુક થઈ ભેગની તીવ્ર આસક્તિનું જીવન જીવીને દીર્ઘકાળના દુઃખમય સંસારમાં તેને આત્મા ચાલ્યા ગયે.
(૮) શિષ્યોને તિરસ્કાર કરશે નહીં એ સૂરિજીનું નામ હતું શિવભદ્રાચાર્ય. એમને પિતાના શિખ્યામાં કોઈ ઉત્તરાધિકારી બની શકે તે શિષ્ય દેખાતે ન હતું. બેશક, એમને આખે ય શિષ્યગણ મધ્યમ કક્ષાની વિવિધ શક્તિઓ ધરાવતું હતું. સૂરિજીએ તે બધાયને ગચ્છને ભાર વહન કરવા માટે અપાત્ર ક૯યા. એટલું જ નહિ પણ વારંવાર તે શિષ્યની વાતે વાતે ક્ષતિઓ કાઢીને તિરસ્કાર કરવા લાગ્યા.
કાળાન્તરે સૂરિજી અનશન કરીને અસુરનિકામાં દેવ થયા. આ બાજુ નિર્ણાયક અવસ્થાને લીધે શિષ્યગણ પરસ્પર દોષારોપણ આદિ કરીને છિન્નભિન્ન થઈ ગયે. મન્ત્ર, તત્રમાં પડીને સહુ પિતાને મહિમા વધારવાના કામમાં પડી ગયાં.