________________
મુનિજીવનની બાળપેથી-૩
૫૧
વાંકા લાકડાની જેમ કેવળ પીઠના આધારે (મસ્તક-પગ જમીનને ન સ્પશે તેમ) રહીને અથવા દંડની જેમ પગ લાંબા કરીને સૂઈ રહીને ઉપસર્ગાદિ સહન કરે.
ત્રીજી ૭ અહોરાત્રની પ્રતિમા પહેલી બે ૭ અહેરાત્રની પ્રતિમા તુલ્ય છે. માત્ર તેમાં ગોદોહિકા આસને ઊભડક બેસવાનું અથવા વીરાસનથી (ખુરશી ઉપર બેઠા તેમ—ખુરશી વિના) બેસવાનું હોય છે અથવા કેરીની જેમ વક શરીરે બેસવાનું હોય છે.
ત્યાર પછી 1 અહોરાત્રિની ૧૧મી પ્રતિમા આવે છે. તે પણ પૂર્વોક્ત પ્રતિમાતુલ્ય છે. વિશેષ એટલે કે તેમાં બે ઉપવાસ આગળપાછળ એકાશનપૂર્વક કરવાના હોય છે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય. (બે ઉપવાસની આગળ પાછળ ઠામવિ. એકા. કરવાનું.) અહીં ગામ કે શહેરની બહાર કાઉસગ્ગ મુદ્રાની જેમ હાથ લાંબો કરીને ઊભા રહેવાનું હોય છે.
એ જ રીતે ૧૨ મી રાત્રિકી પ્રતિમામાં અડ્રમનો તપ કરવાનો હોય છે. ગામની બહાર જઈને સિદ્ધશિલાની સામે અનિમેષ દૃષ્ટિ જોડીને ઊભા ઊભા તેનું પાલન કરવાનું હોય છે. અથવા તે નદી વગેરેને કાંઠા વગેરે વિષમ ભૂમિએ ઊભા રહી એક પદાર્થ ઉપર ખુલ્લી દષ્ટિથી નેત્રે એકદમ સ્થિર કરવાના હોય છે. આ બારમી પ્રતિમા વહન કરતાં અવધિ-મન પર્યવ કે કેવળજ્ઞાનાદિમાંથી કઈ પણ એક જ્ઞાન