________________
પાઠ : ૩
જીવમાત્ર સાથે મધુરપરિણામ એ જ સામાયિક
આવશ્યકસૂત્રમાં સામાયિકને અર્થ જીવમાત્ર સાથે મધુરપરિણામ. એવે કરવામાં આવ્યા છે. આ અનાદિકાલીન સંસારના પરિભ્રમણમાં સામાન્યતઃ આપણા આત્માને જી. પ્રત્યે એ વત્તો અરુચકભાવ, અને કટુ પરિણામ જ રહ્યો હતું. જ્યાં ને ત્યાં આપણે કડવાશ જ ફેલાવી. આથી જ જે એવા કડવાશમાંથી ઉત્પન્ન થયેલા. સંસારને અંત લાવવો જ હોય તે કડવાશના વિરોધી મધુરપરિણામને લાવવો જ રહ્યો. એટલે જ પર્વાધિરાજ પર્યુષણના છેલ્લા દિવસે આપણે જીવમાત્ર સાથે મધુર પરિણામ વ્યક્ત કરતી ક્ષમાપનાની વિધિ કરીએ છીએ. અને તે ક્ષમાપના કરવાનો રોમરોમમાં ભાવ જાગી જાય. તે માટે આગળના સાત દિવસમાં વિસ્તારથી પરમાત્મા મહાવીર દેવનું જીવનચરિત્ર સાંભળીએ છીએ.
ચંડકૌશિક આગ વેરત આવે અને પ્રભુ મહાવીરદેવ પ્રસનમુદ્રાએ ઊભા રહે! સંગમ કાળચક્રમાંથી. આગ છોડે અને પરમાત્મા તેને કાય પ્રતિકાર ન કરે, ગોશાલક તેજલેશ્યાની આગ છોડે અને પ્રભુ મહાવીરદેવ ક્ષમાના અમૃત છંટકાવ કરે.