________________
૩૭
મુનિજીવનની બાળ પોથી-૩
તેમાં જેણે જૈન મુનિ તરીકેનું જીવન ન પાળી શકવાના કારણે છોડી દીધું હતું. તે માણસ પણ મજૂરી કરવા માટે ત્યાં આવી ચડયે.
તેનું સશક્ત શરીર જોઈને કારભારીએ તેને પથ્થર ફેડવાના અને ઊંચકીને મૂકી જવાના કામમાં રેડ્યો.
એક દિવસ તોડેલા મોટા મોટા પથ્થરોને ઊંચકીને તે કિલા તરફ મેટા ડગ ભરતો ઝપાટાબંધ જઈ રહ્યો હતું. તે જ વખતે કામકાજ જોવા માટે રાજા ઘડા ઉપર સવાર થઈને સામેથી આવી રહ્યા હતા. તેમણે આ પહેલવાનને જોઈને વિચાર્યું કે, “આ માણસ એકલે જ પંદર માણસનું કામ કરી દે તેવો લાગે છે. કેટલે બધે ભાર ઊંચક્યો છે! કેટલી બધી ઝડપ છે!” એના કામનો વેગ જરા ય ઓછો ન થઈ જાય તે માટે રાજાએ તાબડતેબ હકમ કરીને પહેલવાન ખાતર આવવા-જવાને સાવ સ્વતંત્ર રસ્તે નક્કી કરી આપ્યું. રાજાએ પહેલવાનને કહ્યું, “તારે આ જ રસ્તા ઉપર જવું અને આવવું. આ રસ્તે કઈ પણ માણસ તને ભટકાશે નહિ તેવી વ્યવસ્થા મેં કરી છે. આથી તું એકધારી તીવ્ર ગતિથી માલની હેરફેર કરી શકીશ. જે કદાચ કઈ માણસ તારા જ માટે ખાસ નકકી કરેલા આ માર્ગ ઉપર આવી ચડે તે જરાય વિલંબ કર્યા વિના તેને ધક્કો મારીને બાજુ ઉપર ફેંકી દેજે; પણ તેની ખાતર તું લગીરે થેલી જ નહિ.”