________________
મુનિજીવનની બાળપોથી-૩
૩૫
આ બધા ભેદો ચરણ એટલે ચારિત્રરૂપ હોવાથી અને સંખ્યામાં ૭૦ હોવાથી ચરણસિત્તરીના નામે શામાં ઓળખાય છે.
પ્ર. પાંચ વ્રતમાં કહેલા બ્રહ્મચર્યવ્રતમાં બ્રહ્મચર્યની ૯ ગુપ્તિ અન્તર્ગત છે છતાં તેને જુદી કહી?
છે. આ વ્રતના પાલનમાં અપવાદ નથી એ વાત સૂચવવા માટે એમ કર્યું છે. રાગ-દ્વેષના મનઃપરિણામ બગડ્યા વિના કાયાથી અબ્રહ્મ સેવાતું નથી. જ્યાં કાયાથી દોષ સેવવા છતાં મન નિર્મળ રહી શકતું હોય ત્યાં જ અપવાદમાર્ગ હોઈ શકે છે. અહીં તે પ્રવૃત્તિ અને પરિણતિ બે ય દુષિત થાય છે માટે અપવાદ સંભવતા નથી. આ ઉપરથી ખ્યાલ આવશે કે આધાકર્માદિનું સેવન પણ અપવાદ માર્ગ રૂપ ત્યારે જ બને, જ્યારે તેમાં મનના રાગાદિ ભાવને પ્રાદુર્ભાવ ન થઈ જાય.
પ્ર. પાંચ વ્રતમાં ચારિત્ર આવી જવા છતાં તેને જ્ઞાનાદિ ત્રણમાં જુદું કેમ કહ્યું ?
ઉ. પાંચ વ્રતમાં સામાયિક ચારિત્ર સમજવું. બાકીના છેદોપસ્થાપનીયાદિ જ્ઞાનાદિ ત્રણમાં કહેલા ચારિત્ર પદથી લેવા. કેમકે પાંચ વ્રતમાં વ્રત શબ્દથી પાંચ ચારિત્રના સામાયિક અંશનું જ ગ્રહણ થાય છે. એટલે બાકી રહેલાં ૪ ચારિત્રોનું નિરૂપણ કરવા જ્ઞાનાદિત્રયમાં ચારિત્ર લીધું.
પ્ર. ૧૨ પ્રકારના તપમાં વૈયાવચ્ચ નામનો તપ આવી જવા છતાં વૈયાવચ્ચને જુદી કેમ કહી?